________________
૧૫૩. ઉદય અને અસ્ત
પણાં કામો છુપાઈને કરવા પડતાં હોય તો સમજવું કે આપણે
આ અસ્તાચળ તરફ ધસીએ છીએ, અને આપણા હાથે ઉજ્વલ કાર્યો
થતાં હોય તો સમજવું કે આપણે ઉદયાચળ પર ચઢીએ છીએ.
૧૫૪. સાગરનાં ફીણ
એ
શ્ચર્ય ને દારિદ્ર; સુખ ને દુઃખ, એ તો જીવન-સાગરનાં ફીણ છે, જે મન-તરંગના ઘર્ષણમાંથી જન્મે છે, અને ઘર્ષણાન્તે એમાં જ સમાઈ જાય છે પણ પ્રેમ અને સેવા એ આપણી કમાણી છે. તે આપણી છાયા બનીને સાથે જીવે છે.
૧૫૫. સંસ્કાર
પણા જીવન અને વ્યવહા૨માં મૈત્રી, પ્રમાણિકતા અને કરુણાના સંસ્કાર
આ હશે તો પરિણામે સંતાનોના કુમળા માનસ પર પણ સુસંસ્કારની છાપ
પડશે.
સૌ
પ્રા
܀
માતા-પિતા સુધરે તો સંતાનો પણ સુધરે જ.
܀
૧૫૬. માયાજાળ
મ્ય ને સુખદ દેખાતો શ્રીમન્તોનો આ સંસાર ગરીબો માટે તો ભયંકર ને દુ:ખદ છે, એ વાત સામાજિક જીવનમાં કેટલી સુસ્પષ્ટ છે ?
Jain Education International
૧૫૭. સંપત્તિ
રંભમાં ક્ષણિક આનંદને આપનારી, પ્રમાણિકતા વિના મેળવેલી સંપત્તિ જ, અંતે માનવીને ભયંકર ચિંતા અને વિપત્તિમાં મૂકી વિદાય લે છે.
*
૪૨ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org