________________
૧૩૫. ભય ત દયમાં ભયની ઊધઈ લાગી ગઈ તો શક્તિઓ કુંઠિત બની જશે.
૯ શક્તિઓને વિકસાવવા અને નિર્ભય થવા દૂર ભાગવા કરતાં એ વસ્તુઓનો પરિચય કરીએ, એનું તત્ત્વ જાણીએ, આ સમજ જ ભયને ભય પમાડશે.
૧૩૬. શિખર ને ખીણ
ણ પહેલાં ઉન્નતિના શિખર પર બિરાજનાર અને ક્ષણ પછી અવનતિની
ખીણમાં ખેંચી જનાર ચંચળ મનને વશ કરનાર જ જગતમાં ખરેખર કામણગારો જાદુગર ગણાય !
૧૩૭. સ્નેહ વેકપૂર્વકનો સ્નેહ, જીવનના વિસંવાદી તત્ત્વો વચ્ચે પણ પ્રેમભર્યો સદ્ભાવ
સર્જે છે, એટલે જ સ્નેહને પણ વિવેકની જરૂર પડે છે. વિવેકવિહોણો સ્નેહ તો દારૂ જેવો ભયંકર છે, જે ઘેનનો આનંદ આપીને પછી એને જ નીચે નાંખે છે.
૧૩૮. મક્ષ
નની માગણીઓ અને વાસનાઓમાંથી મુક્ત થવું એ મોક્ષ. આ મોક્ષ આત્માની અનંત શક્તિઓના વૈભવના જ્ઞાનથી જ શક્ય છે.
૧૩૯. પ્રકાશ-પ્રાપ્તિ
છે ણે અશ્રુ વહાવ્યાં નથી તે હાસ્યનાં મૂલ્યાંકન કેમ કરી શકશે ? કેવળ
છે અંધકારમાં ઊછરેલો પ્રકાશ કેમ ઝીલી શકશે ? જેણે શ્રમ કર્યો નથી તે અન્નની મીઠાશ કેમ માણશે ?
૩૮ * મધુસંચય -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org