________________
કરી; પણ તમે માણસોએ તો જગતને કાળું કરી માત્ર તમારી જાતને જ બાહ્ય રીતે ધોળી કરી અને ભાઈ ! અમે કાળા હોઈએ તોપણ તેજથી ઝળહળતા હીરા આપનાર તો અંતે અમે જ છીએ ને ?
જાતને બાળી પ્રકાશ આપનાર પર તમને હસવું આવતું હોય, તો અમને પણ તમારી બગલા જેવી, બાહ્ય શુભ્રતા પર હસવું કેમ ન આવે ?
૧૧૫. પગદંડી
કી-ચૂંકી પગદંડી પર થઈ એકલો ચાલ્યો જતો હોઉં છું, ત્યારે જીવનની - જે અભુત કલ્પના આવે છે, તે અનિર્વચનીય છે. આસક્તિના બંધનમાંથી મુક્ત બની એકલો જ દૂરદૂરના કોઈ પ્રકાશના પ્રદેશમાં ચાલ્યો જતો હોઉં એવો મુક્તતાનો આનંદ આવે છે.
ઉપર વિશાળ, અનંત, અખંડ અને શુભ્ર આકાશ અને પગ નીચે પવિત્ર, ગંભીર, વિવિધરંગી અને વાત્સલ્યપૂર્ણ વસુંધરા – આ બે સિવાય જીવનપંથમાં કોઈ સંગી કે સાથી નથી, એ સહજ ભાવનાનો આવિષ્કાર આ અરણ્યમાં ચાલી જતી પગદંડી કરાવે છે. આધુનિક સાધનોથી બાંધેલી સડકો કદાચ સુંદર હશે; પણ તે નિસર્ગની ભાવનાને જન્માવવા સમર્થ છે ખરી ?
૧૧૬. અર્પણનો આનંદ , રતી ધગધગતી હતી. ચારે તરફ કાંટા પથરાયેલા હતા. જ્યાંય જવાનો જ માર્ગ ન હતો. મારે પેલી પાર જવું હતું. હું થંભી ગયો પણ ત્યાં તો ગુલાબનું એક ફૂલ દેખાયું. એણે હાસ્ય-સૌરભની છોળો ઉછાળી, અને આવીને મારા માર્ગમાં વીખરાઈને પથરાઈ ગયું. નીચે કાંટા અને એની ઉપર ગુલાબની વિખરાયેલી કોમળ અને નાજુક પાંખડીઓ હતી. એના પર થઈ હું ચાલ્યો ગયો.
એ પછી રાત જામી. રાત્રે હું શય્યામાં પોઢ્યો હતો. ત્યારે, નાજુક પાંદડીઓને લાગેલા ઘાના જખમો મારા હૈયામાં અકથ્ય વ્યથા ઉપજાવી રહ્યા હતા અને એમને લાગેલો તાપ, મારી કાયાને સળગાવી રહ્યો હતો, જ્યારે ગુલાબની પાંખડીઓ મસ્ત રીતે હસતી હતી, અને માદક શય્યામાં પોઢી ન હોય એવી શીતલતા માણી રહી હતી !
૩૦ મધુસંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org