________________
૯૦. ભૂલની શોધ તમે ભલે બધી કરણી કરો, પ્રવૃત્તિઓ કરો, પણ પછી દરેક વેળા મનને પૂછો કે એનાથી તમારો આત્મા પ્રસન્ન થાય છે ? ન થતો હોય તો કારણ તપાસો; ભૂલ શોધી ભાવિ માટે કાળજી રાખો.
૧. દાન-ભાવનું પ્રતીક દાન તો સુંદરનું જ હોય. અને એ પણ પ્રેમથી અપાયેલું હોવું જોઈએ. એ તો આપણા દિલનું, એના ભાવનું એક પ્રતીક છે. એનાથી માણસની ચેતનાનો વિકાસ થાય છે.
૯૨. શોધની શ્રદ્ધા આપણે જે શોધવાનું છે તે શ્રવણ, મનન અને ચિંતન કર્યાથી જ મળશે. અંધારું ઘેરું છે અને માર્ગ મળવો મુશ્કેલ છે, છતાં સતત પ્રયત્નથી સફળતા મળશે જ એવી શ્રદ્ધા રાખો.
૯૩. કચરાનો સંઘરો
આખા ગામનો કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો કરી એ ઉકરડામાં નાંખે છે. તો પછી આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે લઈને શા માટે ફરવું ?
૯૪. શાંતિનો આનંદ વિચાર, કે આનંદ વસ્તુમાં રહેલો છે કે મનમાં રહેલો છે ? કલહના વાતાવરણમાં દૂધપાક પણ મીઠો મટી થાય છે. એટલે આનંદ અશાંતિમાં નથી; આનંદ તો અંદરની તૃપ્તિભરી શાંતિમાં રહેલો છે.
મધુસંચય - ૨૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org