________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : છે, તેમાં મને જે કઈ અતિચાર લાગે હોય તે તેને મન વચન કાયાથી હુ નિંદું છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારના દર્શનાચાર કહેલા છે, તેમાં જે કંઈ પણ અતિચાર લાગ્યો હોય તે તેને હું મન વચન કાયાએ કરી વસરાવું છું. લેભ કે મોહથી મેં પ્રાણઓની સુક્ષમ કે બાદર જે હિંસા કરી હોય તેને મન વચન કાયાથી વેસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લેભ વિગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું અને તેનું પ્રાયશ્ચિત આચરૂં છું. રાગદ્વેષથી થોડું કે ઘણું જે કાંઈ મે અદત્ત લીધું હોય તે સર્વને સરાવું છું. પુર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી, કે દેવ સબંધી, મૈથુન મનથી, વચનથી, કે કાયાથી સેવ્યું હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લેભન દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરેને બહુ પ્રકારને પરિગ્રહ મેં જે કાંઈ પૂર્વે ધારણ કર્યો હેય તેને મનવચન કાયાથી સરાવું છું પુત્ર, સ્ત્રી, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું સરાવું છું. દ્વિઓથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય, તેને પણ હું મન, વચન, કાયાથી નિંદું છું,કેધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા, અભ્યાખ્યાન, અને બીજું જે કાંઈ ચારિત્રાચારને વિષે દુષ્ટ આચરણ કર્યું હોય, તેને હું મન વચન, કાયાથી
સરાવું છું. બાહા કે અત્યંત૨ તપસ્યા કરતાં મને મન વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન વચન કાયા એ નિડું છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય પડ્યું હોય, તે વર્યાચારના અતિચારને પણ હું મન વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કેઈનું કંઈ હરી લીધું હોય, અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા પર ક્ષમા કરજે. જે કે મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પર જન હોય તે સર્વ મને ક્ષમા કરજો, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળે છું. તિર્યચપણમાં જે તિય નારકીપણામાં જે નારકીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com