________________
૨૭ ભવ. )
- અતિશયો.
૪ આકાશમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે.
૫ આકાશમાં રત્નમય ધ્વજ પ્રભુની આગળ ચાલે. સવ" ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટો હોવાથી તે ઈદ્રવજ પણ કહેવાય છે.
આ પાંચે અતિશયે જ્યાં જ્યાં જગદ્ગુરૂ ભગવાન વિહાર કરે, ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં ભગવાન બેસે ત્યાંત્યાં યથાગ્ય સ્થાનમાં આવે છે, એટલે કે ધર્મચક તથા ધર્મદેવજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામર વિંજાય છે, અને છ મસ્તક પર રહે છે.”
૬ માખણની જેવા કમળ, સુવર્ણના નવ કમળો દે રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવાન પગ મુકીને ચાલે છે; એટલે એના ઉપર પગ હોય છે ત્યારે બાકીના સાત કમળ ભગવાનની પાછળ રહે છે, તેમાંથી બે કમળ કમસર ભગવાનની આગળ આવ્યા કરે છે.
૭ તીર્થકરના સમવસરણ ફરતા મણિને, સુવર્ણ અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંને ભગવાનની પાસેને પહેલે ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણમય
તિએ દેવતાઓ બનાવે છે, તથા ત્રીજે એટલે બહારને પ્રાકાર રૂપાને ભૂવનપતિ દેવતાઓ રચે છે.
૮ તીર્થકર જ્યારે સમવસરણમા સિંહાસન પર બેસે છે ત્યારે તેમનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પુર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ તેિજ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિતેંદ્રના પ્રભાવથી તેમના જેવીજ, રૂપવાન સિંહાસન વિગેરે સહિત ત્રણ મૂર્તિઓ, દેવતાઓ વિક છે. તે રચવાને હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવે વિગેરેને, પ્રભુ પિતેજ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે, એ વિશ્વાસ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com