________________
૨૭ ભવ. ]
શ્રોતાના પ્રકાર. પર્યાલચનાપૂર્વક સિદ્ધાંતના પર્દોને પરમાર્થ જાણવું જોઈએ. પદ, વાકય, મહા વાક્ય અને યમપર્વ એ ચાર વસ્તુથી શ્રતને ભાવ જાણ. એ ચાર સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે. તે શીવાય વખતે વિપસ પણ થઈ જાય, અને વિપસ એ નિયમ અનિષ્ટ ફળ આપનાર છે. ગુરૂની આજ્ઞા મેળવી દેશના કરવી; (નહિ કે વાચલપણુ તથા અસિથરપણાથી સ્વતંત્રરીતે) એવી રીતે ધર્મ ધનને લાયક અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ અને પરપક્ષમાં રાગ દ્વેષ રહિત રહીને સદ્ભત વાદી થઈને દેશના આપવી. - દેશના સાંભળનારના ત્રણ પ્રકાર છે. ૧ બાલ; ૨ મધ્યમ બુદ્ધિ; ૩ બુધ;
(૧) બાલ હોય તે લિંગ જુએ છે. બરોબર લેચ કર, પગ ઊઘાડા રાખવા, જમીન ઉપર સુવું, રાત્રે ફકત બે પહેર સુવું,શીત ઉષણ સહન કરવાં, છઠ અઠમ વિગેરે અનેક પ્રકારનું બાહ્ય તપ, મહાકષ્ટ, અલ્પ ઉપકરણ ધારવા તે તથા તેની શુદ્ધતા, મોટી પિંડ વિશુદ્ધિ, અનેક પ્રકારના દ્રવ્યાદિક નિયમ, વિકૃતિ ત્યાગ, એક સિથ વિગેરેથી નિયમિત પારણું, અનિયત વિહાર, નિરંતર કાયેત્સર્ગ વિગેરે કરવા ઈત્યાદિક બાહય પ્રવૃત્તિ તે બાહ્ય લિંગ છે. બાલ છને તેથી બંધ થાય છે.
(૨) મધ્યમ બુદ્ધિવાળાને ઇય સમિતિ વગેરે વિકેટિ પરિશુ. દ્ધિ અને આદિ અંત તથા મધ્યમાં હિતકારક સાધુને આચાર કહી બતાવ. પરમ કલ્યાણને ઈછતા સાધુઓએ પ્રવચનની માતાની માફક આઠ માતાઓ નિરંતર સંભાળવી. એ પ્રવચનમાતાઓ સહિત સાધુને નિયમો સંસારનું ભય રહેતું નથી. વળી વિધિઓ કરીને આગમને ગ્રહણ કરવું. તે ફળ આપે છે. બહુમાનપૂર્વક નિર્મળ આશય રાખીને ગુરૂના પરતંત્રપણે રહેવું, તેજ પરમ ગુરૂ પામવાનું બીજ છે, અને તેથી જ મોક્ષ થાય છે. ઈત્યાદિ સાધુને આચાર મધ્યમ બુદ્ધિવાળાને હમેશાં કહી સંભળાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com