________________
પર
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ છે, અને તેથી તે પિતાને તથા પરને અસદુગ્રહ નિપજાવે છે. તેવા પ્રકારના શિષ્ય, જે તે અથિ અને વિનીત હોય, અને તે પ્રજ્ઞાપના કરવા લાયક જણાય, તે તેના મૂહને પણ સંવિજ્ઞ પૂજ્ય પુરૂષો પોપકાર કરવામાં રસિયા હેવાથી, અનુકંપા બુદ્ધિથી આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે, અને તે શિષ્ય પણ અસગ્રહ છેઠને સરળ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્ર આર. ધવાને સમર્થ થઈ શકે છે.
પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર, એમ પાંચ કારણ રહેલાં છે. એ પાંચ કારણને છુટાં માનતાં મિથ્યાત્વ લાગે છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે.
ચતુર્થજ્ઞાની તીથકો જાણે છે કે, અમારે નક્કી સિધમાં જવાનું છે, છતાં પણ બળ વય ગેપડ્યા વગર પૂરતા જોરથી ઉદ્યમ કરતા રહે છે. સંસાર સાગરના કિનારે પહોંચેલા તીર્થંકરો પણ ઉધમ કરે છે, તે પછી બીજાએ તે એ પાંચ કારણ ધ્યાનમાં રાખી અસંગ્રહમાં પડવું નહિ જોઈએ.
આ પ્રજ્ઞાપનીયપણું એ ભાવ સાધુનું ત્રીજુ લિંગ છે.
(૪) ચોથુ લિંગઃ ક્રિયાઓમાં અપ્રમાદપણું વ્રતમાં ખલિત ન કરે, સમિતિ ગુપ્તમાં ઉપગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્ત વજે'. સર્વ ક્રિયાને વખતસર અન્યુનાધિક બીજી ક્રિયા છેવને સૂત્રના અનુસાર આચરે, તે અપ્રમાદિ ચારિત્રવાન જાણુ. સુગતિ એટલે સિદ્ધિ ગતિનું નિમિત્ત કારણું ચારિત્ર (યતિ ધર્મ) છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તેથી તેનું આરા ધન વિકથાદિ પ્રમાદમાં નહિ ફસાતાં, સારી રીતે કરવું.
પ્રવજ્યાન વિદ્યાની માફક અપ્રમાદપણે પાલન કરવામાં આવે, તે જ તે સિદ્ધિનું કારણ બને છે, નહિ તે પ્રમાદ પણે સેવે તે એ ભારે નુકસાન કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com