Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 379
________________ કજ થી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ સિદ્ધાંતમાં કહેલે આચાર જાણ; અથવા ઘણા સંવિજ્ઞ પુરૂષોએ મલીને આચરેલ આચાર, તે ભાવમાર્ગ છે. આગમ-વીતરાગનું વચન તેજ આગમ છે તેજ આપ્ત વચન છે. તીર્થકર ભગવંતના સર્વદેષ ક્ષય થયા છે. તેમણે મેહને જીતેલે છે, તેથી તે વીતરાગ છે. વીતરાગ કદી પણ જુઠું બેલેનહિ, કેમકે તેમને જુઠું બોલવાનું કંઈ પણ કારણ અસ્તિત્વમાં નથી. નીતિ-ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમ પાળાવને ઉપાય તે માર્ગ. જગતમાં અંતરાત્માનુ વચન જ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધમ' પણ એના આધારે છે. માટે તે મુનિંદ્ર પ્રવચન જ પ્રથમ પ્રમાણ છે. જો એ પ્રવચન હદયમાં હોય તે નિયમા સકળ અર્થની સિદ્ધિ થાય છે. સંવિજ્ઞ–મોક્ષના અભિલાષીને સંવેગ હેય બીજાને ન હોય. એવા ગીતાર્થ પુરૂએ જે કિયા આચરી તે પણ માર્ગ છે. જેમને વ્યવહાર અશુદ્ધ છે, એવા પાસ્થ પ્રમાદી ઘણુઓએ અંગીકાર કરી આચરેલું હોય તે તે અપ્રમાણ છે. ઘણું કહેવાનું કારણ એ છે કે, એકાદ સંવિજ્ઞ વખતે અનાગ અને અનવધ વિગેરેથી ખોટુ આચરે માટે તે એકલા અપ્રમાણ છે; સંવિણ ઘણામાં તેવા પ્રકારને દોષ આવવાને સંભવ નથી. તેથીજ ઉભયાનુસારિણી એટલે આગમની અને ઘણું સંવિએ અંગીકાર કરેલી, અમલમાં મુકેલી જે ક્રિયા, તેજ માર્ગોનુસારિણી ક્રિયા છે. જેના વડે દે અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તેજ મોક્ષને ઉપાય છે. દાખલા તરીકે ઔષધ રેગેની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. તે જ પ્રમાણે આગમ વચન લક્ષમાં રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ, તથા પુરૂષાદિકની ચેગ્યતા વિચારીને સંયમની વૃદ્ધિ કરનારૂ હોય, તેજ સંવિજ્ઞ ગીતાર્થ પુરૂષે આચરે છે, અને તેને બીજા સંવિજ્ઞગીતાર્થ પુરૂષ પ્રમાણુ કરે છે. તેથી તે માર્ગ કહેવાય છે. ૧ આગમવ્યવહાર, ૨ શ્રત વ્યવહાર; ૩ આજ્ઞા વ્યવહાર ૫ અને જીવ વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388