________________
૨૭ ભવ. ] ચાર અતિશયો.
૩૩૯ થાય ત્યાં સુધી અવ્યવછિન્ન વચનનું પ્રમેયપણું (૩૫)મતિ શ્રમ રહિત.
તીર્થકરોના વચનાતિશયના ઉપર પ્રમાણે પાંત્રીસ ભેદ યાને ગુણ છે. ભગવંત મહાવીર દેવની વાણું એ પાંત્રીશ ગુણ યુક્ત હતી.
૩ ત્રીજે અપાયાપગમાતિશય એટલે ઉપદ્રવ નિવારક,
૪ ચેાથે પૂજાતિશય-જેથી તીર્થંકર ત્રણ લેકના પૂજનિય છે. આ બે અતિશયના વિસ્તારરૂપ ઉપર જણાવેલા ચેત્રીશ અતિશય હોય છે. કેઈ અપેક્ષાએ અતિશયને અર્થ એ કરવામાં આવે છે કે, જ્ઞાન દર્શન ચારિત્રની ત્રિદ્ધિ, એ અતિશય છે. એ પ્રાપ્ત કરવાને તીર્થકરને કેઈની ઉપાસના કરવી પડતી નથી. પૂર્વભવમાં તેઓએ વીશસ્થાનક પદનું આરાધન કરવાથી તીર્થકર નામ કર્મને બંધ કરેલું હોય છે. તે કર્મપ્રકૃતિના પુણ્યના ભેગેજ તેઓને જન્મ થતાંજ સ્વભાવથી જ એ અતિશયે પ્રાપ્ત થાય છે. જન્મથી જ તેઓ વયં બુદ્ધ અને અવધિજ્ઞાની હોય છે; અને આત્મિક નિર્મળતાના પ્રભાવથી ઈંદ્રાદિક દેવે પણ તેમની સેવા કરવાને તત્પર હોય છે. ચારિત્ર અંગીકાર કર્યા પછી, અને ચાર પ્રકારના ઘાતિ કર્મનો સર્વથા નાશ કર્યા પછી, તેમને આત્મા ઉંચામાં ઉંચી લેકેત્તર હદે પહોંચે છે. ત્યારે ઇંદ્રાદિક દેવે તેમની ભક્તિથી પિતાનું કલ્યાણમાની કેવી રીતે ભક્તિ કરે છે, તે ઉપરના દેવકૃત અતિશયથી જણાઈ આવે છે. ૧ ભૂવન પતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષિ, અને ૪ વૈમાનિક એ ચાર નીકાયના દેવે પિતાના કલ્યાણના માટે ભાવપૂર્વક પ્રભુ ભક્તિમાં ઉદ્યમી થઈ ભકિત કરે છે. જો કે તીર્થ કરે તે વીતરાગ હેય છે, અને તેમના મનમાં યત્કિંચિત્ પણ પૂજાવા મનાવાની ભાવના હોતી નથી, તો પણ તીર્થંકરપણાના અંગે તે નિર્દોષ પ્રણાલીકા પૂર્વના તીર્થકરોથી ચાલતી આવી છે, અને તે ભવ્ય જીના હિતને કરનારી છે, એવું જાણી તે માન્ય રાખતા જણાય છે. ઉત્તમ પ્રકારના મણિમાણિકાદિ સામગ્રીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com