Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 375
________________ ૩૪૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ તે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય, ત્યારથી અવધિજ્ઞાની હોય છે; એટલે જન્મથીજ ત્રણજ્ઞાન સહિત હોય છે, તેને એક અંશ પણ સામાન્ય મનુષ્યમાં હોવાનું સંભવ નથી. વિશેષ તે શું ? પણ તેમનામાં ભાવથી સમ્યકત્વ છે કે નહિ, તેની પણ ખાત્રી હોતી નથી. વ્યવહાર સમકિતનું પણ જેમનામાં ઠેકાણું નથી હોતું, તેવા પ્રાણીઓના અજ્ઞાનકષ્ટ કે કેટલાક વિશિષ્ટ ગુણોથી મેહીત થઈ, તેમની તુલના તીર્થકરની જોડે કરી, બીચારા ભેળા જીવને ભરમાવવાનો પ્રયત્ન કેટલાક તરફથી કરવામાં આવે છે. તેવા પ્રસંગે બુદ્ધિવાને એ જરા વિવેક વાપરવાની જરૂર છેઆપણે ઉપર જોઈ ગયા કે, અભવી જીવ જેઓ મિથ્યાત્વિ હોય છે, તેઓ પણ અજ્ઞાનકષ્ટ કરે છે, અને વ્યવહારથી જૈન ચારિત્રાચાર પાલન કરે છે, તે તેમને પણ કેટલીક લબિધ ઉત્પન થાય છે, અને ફકત નિર્મળ ચારિત્રપાલનના લીધે દેવગતિના પણ ભાજન થાય છે. પરંતુ તેઓ કદી પણ સંસારને અંત કરી મેક્ષના અધિકારી થવાના નથી. તેઓના લબ્ધિના ગુણના લીધે, કદી કે તેમને ગમે તેવી ઉપમા આપે, તે શાસ્ત્ર મર્યાદાને લેપ થવાથી તેઓ પોતાના આત્માને દ્વાર કરી શકવાના નથી. જેનામાં સામાન્ય જૈન દર્શન હોય, અથવા જેનામાં સામાન્ય જૈન દર્શન પણ નથી, તેવાઓને તીર્થકરની કક્ષામાં મુકતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. સુધારાના વાતાવરણમાં કે જમાનાના પ્રવાહમાં તણાઇને તેવા પ્રકારના જે ઉદ્ધત વિચારે બહાર પાડવામાં આવે, ત્યારે તેવા પ્રસંગે તેઓને જૈન શાસ્ત્રમર્યાદાના બેધને અભાવ છે, એમ પ્રથમ દર્શનીય માનવાને કારણ મળે છે. જ્યારે જ્યારે કે વ્યકિતને વિશેષ પ્રકારના મતિજ્ઞાનાવરણી કર્મના ક્ષપશમ લીધે, જે મતિજ્ઞાન વિશેષ હોય તે તેમને તેમના લાયકનું માન આપવું એ દરેકની ફરજ છે. પણ તેથી વિશેષ રીતે વધીને મતિમોહના લીધે, કે મિથ્યા પક્ષપાતનું આલંબન લઈ, તેમને તીર્થકરની ઉપમા આપવામાં આવે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388