________________
૩૪૭
૨૭ ભવ. ] અન્ય લિગેસિદ્ધિને ખુલાસે. વખતે ભગવંતના જે અતિશયેનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તેની સાથે, મુકાબલે કરી, વાંચક વર્ગને સત્યાસત્યને નિર્ણય કરવાહટલે વિવેક વાપરવાની ભલામણ કરવામાં આવે છે. .
પંદર ભેદે સિદ્ધમાં અન્યલિંગે સિદ્ધને એક ભેદ છે. અન્ય લિંગવાળાને શાસ્ત્રકારોએ કેવલજ્ઞાનને નિષેધ કરેલ નથી. અન્ય લિંગી અન્યલિંગમાં વર્તતા હોય, તે પણ ભાવથી જે તેઓ ભાવયતિની કેટીમાં આવી ગુણસ્થાનની હદે ચઢે, તે કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. તેઓને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ અન્યલિંગને ત્યાગ કરી જૈન લિંગને જ પિતના આયુષ્ય સુધી ધારણ કરે છે. વર્તમાનમાં અન્ય લિંગવાળાના સામાન્ય ગુણોના લીધે, આવા પ્રકારને જે બચાવ કરવામાં આવે છે, તે પણ ન્યાયયુકત નથી, કેમકે આ કાળમાં તે કેવળજ્ઞાનને જ અભાવ છે, તે પછી અન્યલિંગ સિદ્ધના પ્રશ્નને અવકાશ જ નથી.
મિથ્યાદર્શનવાળા પણ અજ્ઞાનકષ્ટ અને કેટલાક વિશેષ ગુણોને લઈને દેવગતિને બંધ કરી અમુક દેવલેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. દેવે પણ મિથ્યાત્વિ હોય છે. મિથ્યાદર્શનવાળાના અજ્ઞાનકષ્ટ ચમત્કાર જોઈને, બુદ્ધિવાનોએ મુઝાઈને, પિતાના સફત્વને મલીન કરવાને પ્રસંગ લાવવા દેવું જોઈએ નહીં. એવા પ્રસંગે પુરતી સાવચેતી રાખી વિવેકથી વર્તવાની જરૂર છે.
MELDI ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com