________________
૧૭૦
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ૧ સિદ્ધાર્થ રાજાનું આયુષ્ય ૮૭ વર્ષ. ત્રિશલા રાણીનું આયુષ્ય ૮૫ વર્ષ. નદી વિદ્ધનનું ૯૮. યશોદાનું ૯, સુદેશનાનું ૮૫, પ્રિયદર્શનાનું ૮૫, ઋષભદત્તનું ૧૦૦, દેવાનંદનું ૧૦૫, સુપાર્શ્વનું ૯૦.
એ પ્રમાણે આયુષ્યના સંબંધે વર્ણન છે. એ ઉપરથી ભગવં. તના માતા પિતા કેટલાક વર્ષની ઉમરે કાળ ધર્મ પામ્યા તે સમજી શકાય છે.
પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ચૌદ સુપન દીઠાં હતાં, તેથી એ પુત્ર ચક્રવર્તી થશે એવી લેકમાં પ્રસિદ્ધિ થઈ હતી, અને તેજ કારણથી શ્રેણિક ચંડપ્રદ્યતન પ્રમૂખ બીજા પણ ઘણુ રાજાએ એ પોતાના કુમારોને રાજકુમાર મહાવીરની સેવામાં મેકયા હતા.
માતાપિતા દેવલોક સિધાવ્યા બાદ પ્રભુએ વિચાર કર્યો કે, તેમની હૈયાતીમાં દિક્ષા નહિ ગ્રહણ કરવાને માટે નિયમ હવે પુરે થયું છે. હવે વિના કારણે ગૃહસ્થપણામાં શા માટે રહેવું જોઈએ ? એમ વિચાર કરી પિતાના મહટાભાઈ નંદીવર્ધનને પ્રભુએ કહયું કે “ હે રાજન ! મહારે અભિગ્રહ સંપૂર્ણ થયે છે, માટે હું હવે દીક્ષા લઈશ. ” ત્યારે નંદીવદ્ધન રાજાએ જણાવ્યું કે હે બંધુ! માતા પિતાના વિરહની પીડા ચાલુ છે. તેવામાં તમે દીક્ષા અંગીકાર કરે છે તે મહારાથી ખમી શકાય નહિં, આ વાત કહીને તમે તે પડેલા ઘા પર ખાર મુકવા જેવું કરે છે. તમારો વિગ હું કેવી રીતે સહન કરૂં? હું એકલો શી રીતે રહી શકું? હું તમને હાલ અનુમતિ આપવા સમર્થ નથી.” પ્રભુએ તેઓને સમજાવ્યા અને કહ્યું કે, “હે ભાઈ ! પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રાદિ સંબંધતે આ જીવ અનેકવાર પરસ્પરના સનેહથી બાંધી ચુક્યો છે. જીવ એક આવ્યો છે, અને એકલે જવાને છે. તત્વથી સંસારમાં કઈ કોઈનું સગું નથી, તે હવે કેની સાથે પ્રીતિબંધ કરે? આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com