________________
૨૭ ભવ. ] સંગમના ઉપસર્ગ.
૨૦૧ શ્વાસે શ્વાસ લેવાને પણ અશકત થઈ ગયા. તે પણ પ્રભુ એક તિલા માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહી. “ગમે તેવા શક્તિવાન ગજેંદ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય છે?”
૨ તે પછી રજને દૂર કરીને પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીઓ ઉત્પન્ન કરી. તે કીડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને સ્વેચ્છાએ બીજી બાજુએ આરપાર વસ્ત્રમાં જેમ સેય નીકલે તેમ નીકળતી, અને તીક્ષણ મુખાથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિભગીની સર્વ ઈચ્છાએ નિષ્ફળ થાય તેમ આ પ્રયત્નમાં પણ તે દેવ નિષ્ફળ નીવડયે અને પ્રભુ ધ્યાનમાંથી ડગ્યા નહી.
૩ ત્રીજા ઉપસર્ગમાં તે દેવે પ્રચંડ પારષદે (ડ) વિક વ્ય. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હેતે નથી”. તે ડાંસે ના એક એક ડંસમાંથી નીકળતા ગાયના દુધ જેવા રૂધિર વડે પ્રભુ નિર્ઝરણા વાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. તેમાં પણ તે ફાળે નહી.
૪ ચોથા ઉપસર્ગમાં પ્રચંડ ચાંચવાળી દુનિવાર ઘી મેળે વિકુવિ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખારાથી એવી એંટી ગઈ કે, જાણે શરીર સાથેજ ઉઠેલી રેમ પંકિત હોય તેવી દેખાવા લાગી. તેથી પણ મહાયેગી પ્રભુ ચલિત થયા નહીં.
૫ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાના નિશ્ચયવાળા તે દુરાત્માએ વિંછીએ વિમુર્થી. તે વીંછીઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા, અને તપાવેલા ભાલાના જેવા, પિતાના ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા તેથી પણ પ્રભુ આકુલ વ્યાકુળ થયા નહીં.
૬ સાતમા ઉપસર્ગમા ઘણા દાંતવાળા નકુળે (નળ) વિકુવ્યો. ખી! ખી! એવા વિરસ શબ્દ કરતા, તેઓ પોતાની ઉગ્ર દાઢાથી ભગવંતના શરીરમાંથી તેડી તેડીને માંસના ખડ જુદા પાડવા લાગ્યા. આ પ્રયત્નમાં પણ તે ફળીભુત થયો નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com