________________
૨૭ ભવ. ] મર્યપુત્ર અને અંકપતિની શંકાઓ. માયપુત્રને દેવતાઓ છે કે નહી” એ સંદેહ હતે. પ્રભુએ
કહ્યું “હે મૌર્ય પુત્ર! તમને દેવતાઓને મેર્યપુત્રના સંદ વિષે સંદેહ છે, પણ તે મિચ્યા છે. જુઓ હને ખુલાસે. આ સમવસરણમાં પોતાની મેળે આવેલા
ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે. શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લેકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી, પણ તેથી કાંઈ તેમને અભાવ સમજવાને નથી તેઓ અહંતના જન્મ અભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ અરિહંતને અતિશ્રેષ્ઠ પ્રભાવ છે.” આ પ્રમાણેની ભગવંતની વાણીથી બેધ પામી મૈર્યપુત્રે પિતાના ૩૫૦ શિષ્ય સહિત દીક્ષા લીધી. નારકી જીવે પ્રત્યક્ષ નજરે દેખાતા નથી, તેથી નારકી નથી
એ અંકપતિ નામના પંડિતના મનમાં અંકપતિ પંડિતની સંદેહ હતું. તેઓ પોતાના ત્રણ શિષ્ય શંકાનું સમાધાન. સાથે પ્રભુના પાસે આવ્યા. પ્રભુએ તેમને
કહ્યું કે “તમારા મનમાં નારકીના અસ્તિત્વપણા સંબધે શંકા છે, પણ તે વાસ્તવિક નથી. જગતમાં જેઓ પાપાચરણ કરે છે, તેઓ નરકમાં જઈને ઉપજે છે. નારકીના જીવે છે, પરંતુ અત્યંત પરવશપણને લીધે તેઓ અહીં આવવાને સમર્થ નથી, તેમજ મનુષ્ય ત્યાં જવાને સમર્થ નથી. નારકી પ્રત્યક્ષ ઉપલભ્ય નથી, પણ યુક્તિગમ્ય છે, અને જે અવધ્યાદિ જ્ઞાનીઓ છે તેઓને તે તે પ્રત્યક્ષ દેખાય છે.” પ્રભુના આવા પ્રકારના વચન સાંભળી તેમના મનને સંશય નષ્ટ થયે, અને તેમણે પોતાના શિષ્ય સહિત પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી.
૧ ભગવંત મહાવીરના સમયમાં ક્ષાયિક જ્ઞાનીઓને સદભાવ હતો. ભગવંતની પાટે શ્રી સુધર્માસ્વામી, અને તેમની પાટે શ્રી જંબુસ્વામિ થયા. તેઓ આ ક્ષેત્રમાં ભગવંતના સાસનમાં છેલા ક્ષાયિકજ્ઞાની ( કેવળજ્ઞાની ) થયા છે. ત્યાર પછી કાળ દોષથી એવા જ્ઞાનીઓને વિચ્છેદ થયો છે એમ શાસ્ત્ર મર્યાદા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com