________________
૨૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ લબ્ધિઓ શાસ્ત્રમાં કહેલી છે. દાખલા તરીકે જે યતિને આસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે યતિના હાથના સ્પર્શથી અનેક પ્રકારના રેગ મટી જાય. જે મુનિને વિપેસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિના મૂત્ર અને મળાદિક પણ ગમે તેવા રોગ મટાડવાને સમર્થ હોય છે. ખેલસહિ લબ્ધિમાં એવી શકિત છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના હેમાદિ પણ રે ગ મટાડવાને શક્તિવાન હોય છે. જે મુનિને જલેષધિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે, તેમના દાંત, કાન, નાસિકા, નેત્ર, જીભ, તથા શરીરને મળ સુગંધ યુક્ત હોય છે, અને તે પણ ગમે તેવા રોગ મટાડવાને શકિતવાન હોય છે. સર્વેષાધિ નામની લબિધ એવા પ્રકારની છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના કેશ, નખ વિગેરે શરીરના બીજા પણ અવયવે ઔષધ સમાન હોય છે. આ સર્વોષધિ નામની લબ્ધિને એટલે બધે પ્રભાવ છે કે, તે મુનિના અંગના સ્પર્શથી વર્ષાદ કે નદીનું પાણી પણ ગમે તેવા રોગ મટાડી શકે છે. મૂછગત થએલ પ્રાણી તેમના શરીરના સ્પર્શ કરેલા પવનથી પણ સારા થઈ જાય છે. વિષ સંયુકત અન પણ તેમના મુખમાં જવાથી વિષ રહિત થઈ જાય છે અને ઝેરની કંઈ પણ અસર તેમને થતી નથી. મહાન
વ્યાધિવાળાના વ્યાધિઓ પણ તેમને શબ્દ સાંભળવાથી કે તેમના દર્શનથી સમજાય છે, એટલું જ નહિ પણ તે વ્યાધિ રહિત થઈ જાય છે. સંભિ-નશ્રેતલબ્ધિને એ પ્રભાવ છે કે, પાંચ ઈદ્રિયના વિષય ગમે તે એક ઇંદ્રિયથી ભેગવી લે અને તેનું સ્વરૂપ જાણે. જેમકે સાંભળવાને વિષય કાનને છે, છતાં એ લબ્ધિવંત મુનિ પાંચ ઇંદ્રિયમાંથી ગમે તે ઇન્દ્રિયથી સાંભળી શકે.અવધિજ્ઞાન લબ્ધિ, મનઃ પર્યાવજ્ઞાનલધિ, અને કેવળજ્ઞાનલબ્ધિનું સ્વરૂપ જ્ઞાનના પ્રકાર
માં બતાવવામાં આવ્યું છે.જે મુનિને ચારિત્રના પ્રભાવથી ગમનાગમની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તેને જઘાચારણ અને વિદ્યાચારણું લબ્ધિના નામથી ઓળખવામાં આવે છે, અને તે મુનિએ પણ જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓના નામથી ઓળખાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com