________________
૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ.
ક૨૮ બેસાહ પીરસે, તે તે તમામને ધરાતા સુધી જમાડે તે પણ ખુટે નહી. પુલાક લબ્ધિને પ્રતાપ એ છે કે, જે યતિને તે પ્રાપ્ત થઈ હોય, તે યતિ સંઘ પ્રમુખ શાસન સેવાના કાર્ય પ્રસંગે ચક્રવતિને પણ પૂર્ણ કરી નાખે, એટલી શકિત ધરાવે. કરપાત્ર આહારપાણું કરવાની લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ હોય તે મુનિ બે હાથ ભેગા કરે અને દાતાર તેમાં આહાર પાણી હરાવે, તે તેમાંથી અનાજને એક કણીએ કે પાણીનું એક ટીપું હાથમાંથી હેઠું પડે નહી. હજારે ઘડા પાણ બલકે સર્વ સાગરનું પાણી તેમના હાથમાં નાખવામાં આવે, તે પણ એ લબ્ધિના પ્રતાપથી પાણીની શીખા ઉપર વધતી જાય, પણ હાથમાંથી એક ટીપું હેઠે પડે નહિ, ભગવંત રાષભદેવના હાથમાં એક આઠ ઘડા શેરડી રસનું દાન શ્રેયાંસકુમારે દીધું હતું. શેરી રસ છતાં હાથમાંથી રસના ટીપાને એક બિંદુ પણ હેકે પડ નહતા. ભગવંત મહાવીર દેવે પણ કરપાત્ર આહારપાણી કરવાને અભિગ્રહ લીધે હતા. તપના પારણે તે કરપાત્ર આહાર ગ્રહણ કરતા હતા આ લબ્ધિથી પ્રાપ્ત થએલી શક્તિના લીધે જ તેમ કરતા હતા.
આ પ્રમાણે મુખ્યત્વે અઠાવીશ લગિઓ ઉપરાંત, ઘણુ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રકૃષ્ટ જ્ઞાનાવરણ વીયતરાયના ક્ષયોપશમને લીધે વિશેષ કરીને સમસ્ત ગ્રુત સમુદ્રને એક અંતર મુહૂર્ત મહીં અવગાહિ જાય,એવી જે શક્તિ તેને મનેબલી લબ્ધિ કહે છે. તેમજ અંતર મુહૂર્તમાં સર્વ શ્રતને ઉચ્ચાર કરવાની શકિત
૧ તીર્થકર અથવા જે મુનિઓને આ કરપાત્ર આહા૨પાણી કરવાની લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, તે શીવાય અન્યને કરપાત્ર આહાપાણી કરવાનો અધિકાર નથી. વર્તમાનમાં એવા લબ્ધિવ તેને અભાવ છે, તેથી કરપાત્ર આહારપાણ કરી શકાય નહીં. એ લબ્ધિના અભાવથી કરપાત્ર આહારપાણ કરવાનું સાહસ કરે છે તેમાંથી અન્ન કે પાણી હે પયા શીવાય રહે નહિં, અને તે જે ગળે, તે તેથી અનર્થની પરંપરા પ્રાપ્ત થાવને સંભવ છે.
42
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com