________________
૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ
૩૨૭ દિશાઓને વિષે વાયરે જતે હોય, તે દિશાએ તેજ આકાશ પ્રદેશની શ્રેણિને આશ્રય કરીને તેની સાથેજ ચાલી શકે છે. નહાર ચારણ લબ્ધિવાન મુનિ ઝાકળનું અવલંબન કરીને અપકાય જીવની વિરાધના કર્યા વિના, તેનીજ સાથે ગતિ કરી શકે છે. એ પ્રમાણે મેઘચારણ, ઉસચારણ, તથા ફીચરણાદિક મુનિઓ લબ્ધિના પ્રભાવે તેઓને આશ્રય કરી ગમનાગમન કરી શકે છે.
• આસીવિષ લબ્ધિ, ગણધર લબ્ધિ, પુર્વધર લબ્ધિ, અરિહંતપદની લબ્ધિ, ચક્રવતીની લબ્ધિ, બલદેવની લબ્ધિ અને વાસુદેવ પદની લબ્ધિ એ પણ લબ્ધિઓની કેટીમાં છે. ખીરાઠવાદિક લબ્ધિને એ મહીમા છે કે, ચક્રવતીની લાખ ગાયમાંથી અડધી ગાયના દુધના જેવી મીઠાશ હાય તેવી મીઠાશ જે એક ગાયના દુધમાં હોય તે દુધ,સાકરાદિથી મિશ્રિત હોય અને તે પીવાથી મનને અને શરીરને જે સુખ થાય, તે પ્રમાણે એ લબ્ધિવંત મુનિના ફક્ત વચન સાંભળવાથી જ સુખ ઉપજે. ઉપલક્ષણથી ઘી, અથવા શેરડી રસના જેવા મધુર રસના સુખને પણ અનુભવ લબ્ધિવંત સાધુ મહારાજના વચનથી થાય છે. કે બુદ્ધિ લબ્ધિવત મુનિની વિદ્યા જેમ કેઠ ભાજનની અંદર ધાન્ય સારી રીતે રહે તેમ અવિસરાવે કરીને રહે છે. પદાનું સારિણું લબ્ધિવંતમુનિને ભણ્યા શીવાય તથા નહિ સાંભળેલસૂત્રનું એક પદ સાંભળવાથી તે સૂત્રના પહેલા પદથી તે છેલ્લાપદ સુધીનું જ્ઞાન તેમને થાય છે. આ પદાનુંસારિણી લબ્ધિના ત્રણ ભેદ છે. અનુશ્રોતપદાનુંસારિણું, બીજી પ્રતિશ્રોતપદાનું સારિણી અને ત્રીજી ઉભયપદાનુંસારિણી. એનું વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રથી જોઈ લેવા ભલામણ છે. બીજબુદ્ધિ લબ્ધિવંત મુનિને જ્ઞાનાવરણાદિક ક્ષયપશમના અતિશય થકી સૂત્રને એક અર્થ સાંભળે, તે પણ બુદ્ધિ બળથી વગર શીખે તેના અનેક અર્થો પિત કરવાને શક્તિમાન થાય તેવાગ્યા લહિયાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com