Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 347
________________ ૩૧૪ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે સાધમિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે આ પરિમિત. એ પાંચમી ભાવના. (૧૦૫૨) એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે યાવતું આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજી મહાવ્રત (૧૯૫૩) ચોથું મહાવ્રત–“સર્વ મૈથુન તળું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચ સર્વથી મૈથુન હું યાજજીવ ત્રિવિધ ત્રિવિધ કરૂં નહી.” ઈત્યાદિ અદત્તાદાન માફક બેલવું. (૧૦૫૪) તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૫૫) ત્યાં પહેલી ભાવના એ છે કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહી. કેમ કે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિને ભંગ થવાથી, નિગ્રંથ શાંતિથી તથા કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું. એ પહેલી ભાવના. (૧૦૫૬) બીજી ભાવના એ કે નિવૃથે સ્ત્રીની મનોહર ઈદ્રિય (સુંદર રૂપ) જેવી ચિંતવવી નહી. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિચે સ્ત્રીઓની મને હર ઈદ્રિ જેવી તપાસવી નહી એ બીજી ભાવના. (૧૦૫૭). - ત્રીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત ક્રીડાઓ યાદ ન કરવી. કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓ સાથે મેલી રમત ગમતે સંભારવી નહી એ ત્રીજી ભાવના. (૧૦૫૮) ચોથી ભાવના એ કે નિગ્રંથ અધિક ખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળે આહાર નિગ્રંથે ન કર એ ચોથી ભાવના. (૧૦૫૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388