________________
ભવ ૨૭. ) સમાલોચના.
૦૧૭ પ્રભુની દેશનામાં પ્રથમ પૌરૂષી (પિરસી) પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે રાજાએ તૈયાર કરાવેલ બલી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બલી આકાશમાં ઉડતાં તેમાંથી અર્ધ બલી આકાશમાંથી દેવતાઓ લઈ ગયા, અને અર્ધ નીચે પી. તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લેકે લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન ઉપરથી ઉઠી દેવછંદમાં જઈ બેઠા. એટલે ગૌતમ ગણધરે પ્રભુના પાદ પીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી સુધી ગણધર મહારાજે દેશના આપી. પછી પ્રભુ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
પ્રભુના જીવન ચરિત્રમાં આ પ્રકરણ ઘણું જ મહત્વતાવાળું
છે. પ્રભુના આત્માના પહેલા ભવમાં સમ્યપ્રકરણના સંબંધે કુત્વની જે સ્પર્શના થઈ આત્મિક નિમંત્ર સમાલોચના. ળતાનું બી પાયું હતું, તેને પોષણ
મળતાં આ છેવટના ભવમાં આત્મિક નિર્મળતા રૂપી વૃક્ષ સંપૂર્ણ વિકાશને પામ્યું અને કેવળજ્ઞાન અને કેવળદર્શન જે આત્માના અનંતા ગુણેમાં શીરેમણી છે, તે ગુણ પ્રાપ્ત રૂપ ફળ નિપજાવ્યું. આ કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળથી તે નિર્વાણુના કાળ સુધીને કાળ એ જીવનમુકત દશાને કાળ ગણી શકાય. કેમકે હવે ફક્ત ચાર અઘાત કર્મ જે ભપાહિ કર્મની ગણત્રીમાં ગણાય છે, તેને જ નાશ કરવાનું છે. આ કર્મોના નાશના માટે જીવને પ્રથમના જેટલે પ્રયાસ કરે પડતું નથી. આયુષ્યના અંત સમય સુધીમાં કર્મોની બાકી રહેલી પ્રકૃતિને જીવ સત્તામાંથી કાઢી નાખે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળથી જ કેવળજ્ઞાનીએ ચિદાનંદ સ્વરૂપ થઈ વિચરે છે. પ્રભુએ જે કામ કર્યું છે, તે મેળવવાની આ ભવમાં તીવ્ર જીજ્ઞાસા પેદા કરી, તેના માટે આપણુ આત્માને આપણે સંસ્કારી બનાવવા. આજ ભવમાં આપણે પ્રયત્ન આદરીશુ તે ભાવી આપણું આત્માને ઘણું લાભદાયી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com