________________
૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ એ પેહેલું પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવત છે (૧૦૩૭)
બીજું મહાવ્રત – “સઘળું મૃષાવાદરૂપ વચનદેષ ત્યાગ કરે છું. એટલે કે ક્રોધ, લોભ, ભય, કે હાસ્યથી યાજજીવ પર્યત ત્રિ વિધે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરીને મૃષા ભાષણ કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુમેહુ નહિ; તથા તે મૃષાભાષસુને નિર્દુ છું અને તેવા સ્વભાવને સરાવું છું. (૧૦૩૮)
તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૩૯)
પહેલી ભાવના –નિશે વિચારી (વિમાસી)ને બોલવું, વગર વિચારેથી ન બોલવું, કેમકે કેવલી કહે છે કે વગર વિચારે બોલનાર નિગ્રંથ મૃષા વચન બોલી જાય. માટે નિગ્રંથે વિચારીને બાલવું, નહિ કે વગર વિચારે. એ પહેલી ભાવના ( ૧૦૪૦)
બીજી ભાવના એકે નિગ્રંથે ક્રોધનું સ્વરૂપ જાણી ધી ન થવું કેમકે કેવળી કહે છે કે ક્રોધ પામેલ ક્રોધી જીવ સૃષા બોલી જાય. માટે નિગ્રંથે ક્રોધનું સ્વરૂપ જાણું છોધી ન થવું એ બીજી ભાવના, (૧૦૪૧).
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે લોભનું સ્વરૂપ જાણી લોભી ન થવું. કેમકે કેવળી કહે છે કે લોભી છવ મૃષા બોલી જાય. માટે નિગ્રંથે લોભી ન થવું એ ત્રીજી ભાવના. (૧૦૪૨)
ચોથી ભાવના એ કે નિગ્રંથે ભયનું સ્વરૂપ જાણું ભયભીર ન થવું, કેમકે કેવલી કહે છે કે ભીરુ પુરૂષ મૃષા બોલી જાય. માટે ભીરૂ ન થવું એ ચોથી ભાવના. (૧૦૪૩)
પાંચમી ભાવના એકે હાસ્યનું સ્વરૂપ જાણી નિગ્રંથે હાસ્ય કરનાર ન થવું, કેમકે કેવળી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બાલી જાય. માટે નિગ્રંથે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના (૧૦૪૪)
એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે કાયાયે કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ બીજી મહા વ્રત. (૧૦૫).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com