________________
૨૭ ભવ. ) પહેલા મહાવ્રતનીં પાંચ ભાવના.
૩૧૧ ત્યાં પહેલી ભાવના એકે મુનિએ ઈર્યાસમિતિ સહિત થઈ વર્તવું, પણ રહિત થઈ ન વર્તવું. કારણકે કેવળજ્ઞાનીઓ કહે છે કે ઈસમિતિ રહિત હોય તે મુનિ પ્રાદિકને ઘાત વિગેરે કરતે રહે છે. માટે નિગ્રંથે ઈર્યાસમિતિથી વર્તવું એ પહેલી ભાવાના. (૧૦૩)
બીજી ભાવના એકે નિગ્રંથ મુનિએ મને ઓળખવું, એટલે કે જે મન પાપ ભરેલુ, સદોષ, (ભૂ) ક્રિયા સહિત, કર્મ બંધકારી, છેદ કરનાર, ભેદ કરનાર,કલહકારક, પ્રષ ભરેલું, પરિતખ્ત, તથા જીવ-ભૂતનું ઉપઘાતક હોય, તેવા મનને નહિ ધાવું. એમ મન જાણુને પાપ રહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨)
ત્રીજી ભાવના એકે નિગ્રંથે વચન ઓળખવું, એટલે કે જે વચન પાપ ભરેલું, સદેષ, (ભંડ) કિયાવાલું, યાવત્ ભૂતપઘાતક હેય–તેવું વચન નહિ ઉચરવું. એમ વચન જાણીને પાપ ૨હિત વચન ઉચ્ચરવું. એ ત્રીજી ભાવના (૧૦૩૩)
ચેથી ભાવના એ કે નિગ્રંથ ભંડપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત પણે ન વર્તવું કેમકે કેવળી કહે છે કે, આદાનભાંડનિક્ષેપણું સમિતિ-રહિત નિગ્રંથ પ્રાણદિકનો ઘાત વિગેરે કરતો રહે છે. માટે નિગ્રંથે સમિતિ સહિત થઈ વર્તવું એ એથી ભાવના (૧૦૩૪)
પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહાર પાણી જોઇને વાપરવાં, વગર એ ન વાપરવાં. કેમ કે કેવળી કહે છે કે, વગર જોયે આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વિગેરે કરે માટે નિચે આહારપાણી જોઇને વાપરવા નહિ કે વગર જોઈને એ પાંચમી ભાવના. (૧૯૩૫)
એ ભાવનાઓથી મહાવત રૂડી રીતે કાયાએ સ્પેશિત, પાલિ. ત, પાર પાડેલું, કીર્તિત, અવસ્થીતિ અને આજ્ઞા પ્રમાણે આરા ધિત થાય છે. (૧૦૩૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com