________________
२७६
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાના
નામથી ઓળખાય છે, અને તેના પાલચારિત્ર પાલનની નથી જ ચારિત્ર વૃદ્ધિ પામે છે. (૧) પ્રભુની રીત. ઈર્ષા સમિતિના પાલનમાં પ્રભુ હંમેશાં
ઉપગ પૂર્વક પૃથ્વી ઉપર ધુસર પ્રમાણ દષ્ટિ રાખીને જ વિહાર કરતા હતા. (૨) ભાષા સમિતિના પાલનમાં પ્રભુ કદી પણ સાવદ્ય-પાપ યુકત વચન બોલ્યા નથી. તીર્થંકર પ્રાચે છઘર્થીકાળમાં મૌન જ રહે છે. (૩) એષણા સમિતિ એટલે દોષ રહિત આહાર ગ્રહણ કરે. પ્રભુએ તપના પારણાના દિવસે શુદ્ધ આહાર હોય તેજ ગ્રહણ કરેલ છે. દષથીયુકત આહાર ગ્રહણ કરેલો નથી. જીર્ણશ્રેષ્ટીની ઘણી વિનંતી અને ભાવના છતાં નવીન શ્રેષ્ટિના ત્યાં પ્રભુ એ પારણું કર્યું, એ આ ત્રીજી સમિતિના પાલનનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. (૪) આદાણભંડમત્તનિક્ષેપણું સમિતિ. એ જેથી સમિતિમાં પાત્રા પ્રમૂખ ઉપકરને જોઈને જયણાપૂવક ગ્રહણ કરે અને જોઈને જયણુપૂર્વક મુકે. પ્રભુ તે કરપાત્રમાં આહાર લેતા હતા, તેમની પાસે કેઈપણ જાતનું ઉપકરણ કે ઉપાધિ હતી જ નહી.(૫) ઉચ્ચાર પ્રશ્રવણ ખેલ જલ સિંઘણ પારિષ્ઠાપનિકા સમિતિ, એટલે
સ્વૈવલ માત્ર વિગેરે નિજીવ સ્થાનકે પરઠવવું. તીર્થકરને આહાર નિહાર ચરમચક્ષુવાલા જોઈ શકે નહી, તેમ કઈ જાણી શકે નહી. એ તેમને જન્મથી જ અતિશય હોય છે. કાન, નાક, અને શરીરને મેલ તેમને હેય નહી, તેમજ બલખે, લીંટ વિગેરે પણ તેમને હેય નહીં. કારણ તીર્થ કરોને જન્મથીજ રોગને અભાવ હોય છે, તેમજ પરદ હેતે નથી. એ પ્રમાણે પંચ સમિતિનું પાલન સારી રીતે કર્યું હતુ. મન, વચન, અને કાયાને કદીપણ પાપમય પ્રવૃત્તિમાં પ્રભુએ પ્રવર્તાવ્યા નથી, તેથી એ ત્રણ ગુપ્તિનું પાલન પણ શુદ્ધ રીતે કરેલું હતું.
દિક્ષાવસરે જે ચાર મહા તેને પ્રભુએ અંગીકાર કર્યો હતો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com