________________
૨૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અને મસ્તકે પ્રચ૭ તાપના વાના ઝપાટા સહન કરતાં, ત્રીજો પહેર વ્યતિત થયો હતે. ચેથા પહેરની શરૂવાત થઈ હતી. ચંદ્રહસ્તેતરા નક્ષત્રમાં આવ્યું હતું. ક્ષપક શ્રેણિમાં પ્રભુ આરૂઢ થઈ, શુકલ યાનના બીજા પાયાનું ધ્યાન કરતાં, દશમાં ગુણ સ્થાનકના અને મેહનીયકર્મ નામના મહાન પ્રબળ શત્રને પ્રભુએ જીતી લીધે; અને તેને પિતાના આત્મ પ્રદેશમાંથી સદાને માટે દેશવટે દીધે. એજ ધમ ધ્યાનના બીજા પાયાના અન્ત, અને બારમા ગુણ સ્થાનકના થરમ સમયે, ઘાતિ કર્મના બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મ નામના શત્રુઓ જેઓ અનાદિ કાળથી પિતાની સત્તા જમાવી આત્મ પ્રદેશને દબાવી બેઠા હતા, તેમને પણ પ્રભુએ જીતી લેઈ આત્મ પ્રદેશમાંથી બહાર કાઢી મુકયા. તત્કાળ સકળ લેકાલેકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રને સંપૂર્ણ રીતે જણાવનારું અને દેખવાના સ્વભાવવાળું કેવળજ્ઞાન અને કેવળદન રૂપ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂ૫ આત્મિક લબ્ધિના
ગે, દર્પણમાં જેમ તેના સામે રહેલા પદાર્થ માત્રનું પ્રતિબિંબ પડે છે, તેમ પદાર્થ માત્ર સ્પષ્ટ પ્રતિબિંબની માફક દેખાવા લાગ્યા. તેમને નિર્મળ આત્મા, કાલોકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રના સંપૂર્ણ ભાવને, હસ્તમાં રહેલા આમલાની પેઠે પ્રત્યક્ષ રીતે જાણવા અને દેખાવા લાગે. તત્વથી આ પછીને કાળજ જીવન મુકત દશાને કહેવાય છે. પ્રભુ હવે દેહધારી ઇશ્વર, પરમાત્મા, અરિહંત, તીર્થકર દેવ થયા. જેનામાં અઢાર પ્રકારના દોષમાંથી, કંઈ પણ એક દેષ
હેય તેઓ પરમાત્મા કે ઈશ્વર હોઈ શકતા અઢાર દેશનું નથી. પરમાત્મા-ઇશ્વર હમેશાં અઢાર સ્વરૂપ. દુષણથી રહિત હોય છે. તે અઢાર દેશનું
સંક્ષિપ્ત સ્વરૂપ પ્રવચનસારોદ્ધાર નામના ગ્રંથના એકતાલીશમા દ્વારમાં નીચે મુજબ જણાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com