________________
ર૭ ભાવ ] દેવકમાંથી દેવાનું આવવું.
ધનાઢય સેમિલના ત્યાં યજ્ઞ કરાવવાને સારુ એ અગીયારે પંડિતે પોતપોતાના છાત્રે સહિત આવેલા હતા. તેમના દરેકની સાથે શિષ્યને સમુદાય સેંકડોની સંખ્યાથી હતે. ચારે વેદના પાર ગામી, જુદા જુદા દેશના પંડિતેથી જે યજ્ઞની ક્રિયા કરવામાં આવે, તેમાં સામાન્ય મનુષ્યને વિશેષતા લાગે એમાં નવાઈ નથી. યજ્ઞની અને તેના કરનાર કરાવનારની કીતિ સાંભળી યજ્ઞના આસ્તિક જીવે તેના દર્શનનો લાભ લેવા આવે એ સ્વાભાવિક છે, ને તેજ કારણથી અપાપા નગરી, કિજે અને જૈનેતર દશનીએથી ઉભરાઈ જતી હતી.
પરદેશથી ઘણે સમુદાય યજ્ઞના દર્શન માટે આવે, તે જોઈ યજ્ઞ કર્મ કરાવનાર ઉપાધ્યાય અને તેમની સાથેના શિષ્ય સમુદાયને અતિ હર્ષ થાય, અને પિતાના માટે ઉચમત થાય એ જવાભાવિક છે.
આજ સમયમાં ભગવંત મહાવીર એજ પ્રદેશમાં સમસય. સમોસરણની રચના દેવતાઓએ કરી, અને તેમના દર્શન માટે દેવલોકમાંથી દે પણ કરોડની સંખ્યામાં આવતા જઈ, એ દ્વિજોત્તમ ગૌતમ (ઈંદ્રભૂતિ ) ને પિતાના માટે અને પોતે જે યજ્ઞ કરાવતા હતા તેને માટે બહુ ઉંચો મત (અભિમાન) થયા. તેમનાથી શ્લાઘા (આત્મ પ્રશંસા) કર્યા શીવાય રહી શકાયું નહી. યજ્ઞ કરાવનાર સોમીલ અને અન્ય બ્રિજેને તેમણે કહ્યું કે, “આ યજ્ઞને પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રોથી લાવેલા આ દેવતાઓ આકાશમાંથી પ્રત્યક્ષ થઈને અહિં આવે છે.”
દેવતાઓ તે યજ્ઞપ્રદેશ તરફ નહી અવતાં, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણુમાં બિરાજી દેશના આપતા હતા ત્યાં ગયા. ગૌતમને આશ્ચર્ય થયું કે, “દે થઈને રસ્તે ભુલ્યા કે શું? તેઓ અહિં નહિ આવતાં કયાં જાય છે?” તપાસ કરતાં લોકેએ તેમને જણાવ્યું કે, “અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ મહાવીર ઉદ્યાન સમેસર્યા છે. સામેસરણની રચના થઈ છે, ત્યાં એ હું જાય છે.”
87
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com