________________
૨૮૮
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અપાપા નગરીમાં સોમીલ નામના એક ધનાઢય બ્રાહ્મણે, યજ્ઞ કર્મમાં વિચક્ષણ એવા તે અગીયારે દ્વિજોને યજ્ઞ કરવાને બેલાગ્યા હતા.
જૈન દર્શન કારએ સમ્યકત્વ સહિતના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલ છે જેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, એવાઓના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલું નથી; પણ અજ્ઞાનની કેટીમાં ગણેલું છે. જેઓને સમ્યકત્વને લાભ થયો હોય, અને સમ્યકૃત્વમાં કાયમ હોય તેઓને જ્ઞાનને મદ થતું નથી; કદાપિ અશુભ કર્મોદયના બલથી મદ થઈ આવે, તે પણ જ્યારે ગીતાર્થ જ્ઞાનીથી કિંવા બીજા કોઈ કારણથી તેઓને પિતાની ભુલ માલમ પડે, તે વખતે તે કદાગ્રહ નહી રાખતાં, સરળતા ધારણ કરી પિતાની ભુલ જોઈ શકે છે. એટલું જ નહિ પણ પિતાની ભૂલ કબુલ કરી મમત્વને છેવ દે છે. જ્યારે અજ્ઞાની (મિથ્યાતી) ને પોતાની ભુલ માલમ પડતી નથી. કદાહથી પિતાને શાસ્ત્રમર્યાદા અને ન્યાયીપણાથી વિરૂદ્ધ મત પકડી રાખી, તેની પુષ્ટી કરે છે. આને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવામાં આવે છે.
ઉપર જણાવેલા અગીયારે દ્વિજોના સંબંધમાં પણ જે હકીક્ત બનેલી આપણે આગલ જોઈશું, તે ઉપરથી તેમનામાં ન્યાયી અને સરળતાને ગુણ કેટલે બધે ઉંચ કેટીને હવે તે જણાઈ આવે છે; અને તેજ ગુણના મહિમાથી તીર્થંકરથી બીજી પાયરીનું (કોટીનું), ચક્રવર્તી તથા ઈંદ્રાદિક તે પણ વંદનીય, એવું ગણધર પદ મેળવવાને તેઓ ભાગ્યશાળી નીવડે છે. ખરેખર સમ્યકત્વ એ જીવનને ઊંચકેટીમાં, છેવટે મોક્ષપદ પ્રાપ્ત થવામાં બીજભૂત છે. સમ્યક્ત્વરહિત છવ હજારો ભવ સુધી કષ્ટ સહન કરી અજ્ઞાન તપથી જે ન મેળવતા, તે સમ્યકુવાન છવ થોડાજ કાળમાં મેળવી શકે છે. દીર્થ સંસારને પરિમિત કરી નાખે છે. ધન્ય છે એવા રત્નચિંતામણ કરતાં પણ અધિક મહાત્મવાળા સમ્યકત્વ ગુણને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com