________________
૨૭ ભવ. ] પ્રભુની તેલના.
২৩৬ તેનું શુદ્ધ રીતે પ્રભુએ પાલન કર્યું હતું. (૧) કેઈપણ ત્રસ યા સ્થાવર જીવની હિંસા પ્રભુએ ત્રીકરણ યોગે કરી નથી (૨) ત્રીકરણ ગે કદી મૃષાભાષા પ્રભુ બેલ્યા નથી. (૩) કેઈનું પણ અદત્ત લીધું નથી. (૪) નવવાડ સહિત શુદ્ધ રીતે શીલનું પાલન કરેલું છે. (૫) તેમજ દ્રવ્ય કે ભાવ કઈ પણ જાતને પરિગ્રહ પ્રભુએલીધે નથી કે રાખે છે ?
અઢાર પ્રકારના પાપસ્થાનકોમાંથી એક પણ પાપસ્થાનકનું પ્રભુએ મનથી પણ સેવન કર્યું નથી. આશ્રાને રેધ કરી, પાપને રોક પ્રભુ નિરાશ્રવ થયા હતા. મમત્વ રહિત, ધનરહિત, ગ્રંથિરહિત હોવાથી પ્રભુ નિગ્રંથ હતા. કમળના પત્રની પેઠે પ્રભુનિ લેપ હતા. રેતીના કણીયાની પેરે નેહ રહિત હતા. પ્રભુ નિરંજન રાગદ્વેષ રહિત હતા. જીવન્ત ગતિને કઈ રોકી શકતું નથી તેમ વિહારમાં પ્રભુને કઈ રેકી શકતું ન હતું, નિર્ભય રીતે પ્રભુ વિહાર કરતા હતા. દુષ્ટ મનુષ્ય કે પ્રાણીઓ તથા વિષધારી જીને પ્રભુને લેશમાત્ર ડર ન હતું, તેથી નિડર રીતે પ્રભુ વિહાર કરતા હતા. આકાશ જેમ નિરાલંબન છે, તેમ પ્રભુ પણ કાઈના આલંબનની દરકાર રાખતા ન હતા, કે કોઈના પર આધાર રાખતા ન હતા. પવનની પેરે અપ્રતિબદ્ધ વિહાર પ્રભુ કરતા હતા. શરદઋતુના ચંદ્રની પરે પ્રભુનુ હદય નિર્મળ હતું. કાચબાની પેરે પંચદ્વિઓને પ્રભુએ ગોપવી રાખી હતી. ખડગી (ડે) નામનું જનાવર થાય છે. તેના શિંગડાની પેરે પ્રભુ એકલા જ હતા. ભારડ પક્ષીની પેરે અપ્રમત્ત હતા. બે ઘી કાલ શીવાય કદી પણ પ્રભુ એ પ્રમાદનું સેવન કર્યું નથી. હસ્તીની પેરે કર્મ રૂપ શત્રુઓનું મથન કરવાને મહાપરાક્રમવત, વૃષભની પેરે સંયમ ભાર નિર્વાહ કરવાને સામચ્યવાન,સિંહની પેરે પરિસહ જીતવામાં દુદ્ધર,મેરૂની પેર અચલઅકંપ, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રમાની પર સૌમ્ય લેખાવત, સૂર્યની પેરે તેજસ્વી, તપાવેલા સેનાના રસના જેવાશુદ્ધ જાતવંત, પૃથ્વીની પેરે સર્વ ફરશને સહન કરનાર પ્રભુ શુદ્ધ રીતે ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com