________________
૨૩૬
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૭ બેસીને પ્રભુની પાસે આવ્યા. વિમાનમાંથી ઉતરી તે પ્રભુની પાસે ગયે, અને પ્રભુના તપ અને ધ્યાનથી જાણે ભારે પ્રસન્ન થયે હેય. તેવી રીતે પ્રભુને કહેવા લાગ્યું કે, “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણુની પણ ઉપેક્ષા કરવાથી, આરંભેલા કાર્યને નિર્વાહ કરવાના દઢ નિશ્ચયવાળા ટેકથી હું તમારી ઉપર પ્રસન્ન થયે છું; માટે હવે આવા શરીરને કલેશ કરનાર તપને છોડી દે. તમારે જે જોઈએ તે માગી લે હું તમને શું આપું? તમે જરા પણ મારી શકિત વિષે શંકા રાખશે નહી. કહે તે જ્યાં નિત્ય ઈચ્છા માત્ર કરવાથી બધા મને રથ પૂરાય છે તેવા સ્વગ માં આજ દેહથી તમને લઇ જાઉં! અથવા કહે તે અનાદિ ભવથી સંરૂઢ થએલા સર્વ કર્મોથી મુકત કરી, એકાંત પરમાનંદવાલા મેક્ષમાં તમને લઈ જાઉં, અથવા કહે તે બધા મંડળાધીશ રાજાઓ પિતાના મુગટથી જેના શાશનનું પાલન કરે, તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આલોકમાંજ આપું !”
આવી લલચાવનારી અને સામાન્ય જીવને ક્ષેભ પમાડનારી વાણીથી પણ પ્રભુના મન ઉપર કંઈ અસર થઈ નહિ, અને પ્રભુએ કંઈ ઉત્તર આપે નહીં. તેથી સંગમ વિચારવા લાગ્યું કે, આ મુનિએ મારી બધી શકિતઓના પ્રભાવને નિષ્ફળ કર્યો છે પણ હજી કામદેવનું અમેઘ શાસન એક બાકી રહ્યું છે, કારણ કે કામદેવના અસ્ત્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પિતાના પુરૂષવ્રતને લેપ કરતા જોવામાં આવેલા છે. આ નિશ્ચય કરી તેણે બીજે અનુકૂળ ઉપસર્ગ આદર્યો
૨૦ વીશમે ઉપસર્ગ દેવાંગનાને કર્યો.
તે દેવે દેવાંગનાને આજ્ઞા કરી કે, તમારે તમારી સંપૂર્ણ કળાથી આ મુનિને ધ્યાનમાંથી ચલાયમાન કરવા તમારામાં કેટલી શક્તિ છે? તે હવે બતાવે. તેમને અનુકૂળ આવે અને તેમના કાર્યને સહાય થાય તેવી છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેકિલાના મધુર જિતાથી પ્રસ્તાવના કરતી કામ નાટકની નદીરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com