________________
અરેક
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કંઇ જવાબ આપે નહી. સરળ બુદ્ધિવાળા શેઠને તેથી કાંઈ શંકા આવી નહી. તે પોતાના સ્થાનમાં સુઈ ગઈ હશે એમ ધાર્યું. બીજે દિવસે પણ તેની કાંઇ ભાળ મળી નહી. તેમજ ત્રીજે દિવસે પણ કેઈએ કાંઈ જવાબ કે બાતમી આપી નહી, કે તેને જોઈ નહી, તેથી શંકા અને કોપથી આકુળવ્યાકુળ થએલા શેઠે પરિજનને કહ્યું કે, “તમે બધા જાણતા છતાં ચંદના સંબંધે કંઇ માહિતી નહી આપે તે હું તમે સર્વને શિક્ષા કરીશ; તમે અત્યાર સુધી મહારૂં લુણ ખાધું છતાં, મને તમે સત્ય હકીકત જણાવતા નથી એ બરાબર નથી. ત્રણ દિવસથી હું તપાસ કરું છું, છતાં ચંદના કયાં છે ? તેની મને કંઈ ખબર મળે નહી એ તે ખરેખર ઘરની અવ્યવસ્થાની પુરેપુરી નિશાની કહેવાય. માટે તમે જે કોઈ જાણતા હે તે મને સત્ય હકીકત જણાવી દે.”
શેઠના કોપ અને પિતાની પુત્રી તુલ્ય માનેલી ચંદનાના સંબંધમાં માહિતી નહીં મળવાથી તેમના મનને થએલી દીલગીરીથી એક વૃદ્ધ દાસીને ઘણું લાગી આવ્યું. તેણે ચિંતવ્યું કે, “હું ઘણા વર્ષ જીવી છું, હવે હું મતની નજીકમાં છું; માટે હું ચંદનાનું વૃતાંત શેઠને કહીશ, તેથી કદી શેઠાણું મને શું કરી શકશે?” આ વિચાર કરીને ચંદનાની શેઠાણીએ કરેલી સ્થીતિ કંહી સંભળાવી, અને સાથે જઈ જે જગ્યામાં ચંદનાને પૂરી હતી તે જગ્યા બતાવી.
શેઠે તે જગ્યાનું દ્વાર ખોલાવ્યું. સુધા તૃષાથી પીડિત, નવીન પકડેલી હાથણની જેમ બેવથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત કરેલી, અને નેત્રમાંથી અને જરતી ચંદનાને
ઇ. તેની આ પ્રકારની સ્થિતિ જોઈ શેઠ ઘણા દીલગીર થયા શેઠનું હૈયું ભરાઈ આવ્યું અને નેત્રમાંથી અશ્રપાત થઈ ગયે. શેઠે તે પવિત્ર બાળાને કહ્યું કે, “હે વત્સ! તે સ્વસ્થ થા, તને આ સ્થીતિમાંથી મુક્ત કરવા હું જેટલા બને તેટલા ઉપાયે સત્વર કરું છું.” એમ કહી પ્રથમ તેને જોજન કરાવવા માટે ઘરમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com