________________
૨૧૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
કરવુ છે ? આ ધનવાન શેઠે મને આપત્તિમાં મદદગાર થઇ પુત્રીતુલ્ય મારૂં પાલન કર્યુંં છે. ખરેખર એ મહારા પાલન પિતાછે. એમના મહારા ઉપર જે ઉપકાર થયા છે, તેના બદલા વારવાની મહારામાં શક્તિ નથી. આદ્રવ્યની પ્રાપ્તિમાં અને પ્રભુને દાન દેઇ મહારા આત્માના ઉદ્ધાર કરવામાં એ પિતાજીજ નિમિત્ત કારણ છે, માટે આ દ્રવ્ય તેમને આપવાને માટે મહારી ઇચ્છા છે.”
ઈંદ્ર અને રાજાની આજ્ઞાથી તે દ્રવ્ય ધનાવહ શેઠે ગ્રહણુ કર્યુ. ઇંદ્રમહારાજે ફરી રાજાને કહ્યું કે, “હે શતાનિક રાજા ! આ ખાળા ચરમદેહી છે, અને ભાગ તૃષ્ણાથી વિમૂખ છે. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થશે, ત્યારે તે પ્રભુની તે પ્રથમ શિષ્યા થશે. માટે તે પ્રભુને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી તમારે તેનું પાલન અને રક્ષણ કવું, ” એ પ્રમાણે ભલામણ કરી ઇંદ્ર દેવલાકમાં ગયા. ચંદનાને રાજા પેાતાના 'તઃપુરમાં લઇ ગયા. ત્યાં એ માળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી, પ્રભુનું ધ્યાન કરતી દિવસ નિ-મન કરતી હતી.
મૂલા શેઠાણીને શેઠે પેાતાના ઘેરથી કાઢી મુકી. તે દ્રુષ્ણન કરતી મરણ પામીને નરકે ગઇ છે.
પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાની સાથે ચંદનબાળાની પૂર્વ સ્થીતિના સ’મધ અહીં પુરા થાય છે. ઉત્તર ભાગમાં પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુની સાધવી થશે, અને અન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અખંડ આત્માનંદ અબ્યામાંધ સ્થીતિ પ્રાપ્ત કરશે. તે આગળ આપણે પ્રસ'ગે જાણીશું', અહિ એટલુ ધ્યાનમાં રાખવાનુ કે, મહાપુરૂષા અને મિ પુરૂષા ઉપર અશુભક્રમ'ના ઉદ્મયથી વખતે આકૃત આવે, અથવા આત્મિક સાધન કરતાં પરાકાષ્ટા દુઃખ પડે; તે સવ' પણ સમભાવથી સહન કરવાથી તેમનાં માટે તા હિત કર્તા નિવડે છે. ચંદનમાળાના ઉપર આવેલી આફત, તીર્થંકર જેવા ઉત્તમાત્તમ પાત્રને દાન દેવાને નિમિત્ત કારણુ રૂપ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com