________________
૨૭ ભવ. ]
*સત્તા સબંધી ચનાના વિચાર.
૨૧
કઇ રસવતી તૈયાર હાય તે લેવા રસોડામાં ગયા. પણ દૈવયેાગે ત્યાં કંઇ પણ અવશેષ સેાજન નેવામાં આવ્યું નહી; પણ એક સૂપડાના ખુણામાં પડેલા કુલ્માષ (અડદ) તેમના જોવામાં આવ્યા, તે લેઇ જઇને ચંદનાને આપ્યા, અને કહ્યું કે, “ હે વત્સે ! હું તારી ખેડી તાડાવાના માટે લુહારને મેલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુમાષતુ લેાજન કર, ” આ પ્રમાણે કહી શેઠ ઘેરથી ગયા.
શેઠના ગયા પછી ચંદના દ્વારના નજિક ઉભી ઉભી વિચાર કરવા લાગી કે, “શું ક્રમની કેવી વિચિત્ર ગતિ છે ? અહા ! મારે રાજકુળમાં જન્મ કયાં ? અને આ વખતે આવી સ્થીતિ કયાં ! આ નાટક જેવા સ`સારમાં ક્ષણમાં વસ્તુ માત્ર અન્યથા થઈ જાય છે. એ બધુ મેં જાતે અનુભવ્યુ છે. હવે હું તેના પ્રતિકાર કેવી રીતે *રૂ | હા ! જીવ હવે ચિંતા શું કરવા કરે છે. મારા કંઇ પશુ અપરાધ શીવાય શેઠાણીએ મને વિડંબના પમાડી તેમાં તેના કઇ દોષ નથી. મને પુત્રીવત્ પાલન કરનાર એ માતા તુલ્ય શેઠાણી મને આમ શા માટે દુઃખ આપે, એતા મહારા પૂર્વ ભવના કર્મોના દોષ છે. તે ક્રમના લીધેજ તેમને આવી બુદ્ધિ સુઝી કેમ નહી હોય ? પણ હે જીવ !હવે તું શા માટે ચેક કરે છે. પૂજ્ય પિતાજી ઊાજન કરવા સારૂં આ કુમાષ આપી ગયા છે. તે પ્રાસુક છે, મને ત્રણ ઉપવાસ થયા છે, એટલે અઠમના પારણે આ લેજન મળ્યુ છે. આ વખતે જે કંઈ અતિથિ આવે તા તેમને દાન કરી પછી હું પારણું કરૂ, અન્યથા હું ભેાજન કરીશ નહી. ” આવા વિચાર કરી તેણે દ્વાર બહાર દૃષ્ટિ નાખી, પવિત્ર હૃદયથી કરેલી શુભ ભાવના આને ઉચ્ચ પુણ્યના ચેાગે કેવી રીતે પાંષણ મળે છે, તેના આ ક્ષણે આપણને અનુભવ થાય છે. જે સ્થીતિમાં ચંદના છે તેવા વખતમાં અતિથિને દાન દીધા શીવાય હુ’જમીશ નહી, એવા સ’૪૫ ચંદના જેવી ચરમ શરિરો માળાનેજ થાય, અને તત્કાલ તે સંકલ્પની પુરતી થાય. પ્રિય વાંચક ! આ વખતના બનાવનું શાંતચિત્તે આપ ચિંતવન કરો. પુણ્યશાલી અને મિ જીવા ઉપર આવેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com