________________
૨૭ ભવ. ] ચંદનાને કદના.
૨૫૯ ઉન્હાળાની ઋતુ જાય છે. સૂર્યની સખ્ત ગરમીથી લેક આકલવ્યાકુળ થાય છે. એવા સમયમાં પુણ્યશાળી ધનાવહ શેઠ તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા. તે વખતે દૈવગે કોઈ સેવક શેઠના પગ દેવાને હાજર ન હતું તેથી વિનીત ચંદના પગ દેવાને ઉભી થઈ. શેઠે તેને તે કાર્ય કરતાં વારી, તે પણ પિતૃભક્તિથી શેઠના પગ ઘેવા પ્રવર્તી. તે વખતે તેણના કેશ અંગની શિથિલતાથી છુટી જવાથી નીચેની પંકવાળી ભૂમિ ઉપર પડયા. એટલે-“આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાએ એવું ધારી સહજ સવભાવથી શેઠે લાકી થકી તે ઊંચા કરીને બાળે.
આ વખતે મૂલા શેઠાણી બારીમાં હતી. આ બનાવ જોઈ તેણીની ઈષ વધી. તે વિચારવા લાગી કે, “મેં પ્રથમ જે તક કર્યો હતો તે બરાબર છે. આ યુવાન ના સ્ત્રીના કેશ શેઠ હાથ થકી બાંધ્યા. તે તેમના મનમાં રહેલા પત્નિપણાના ભાવનું પ્રથમ ચિન્હ છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હતું નથી. માટે આ બાળાને વ્યાધિની જેમ સ્કૂલમાંથી જ ઉચ્છેદ કર.” આ નિશ્ચય કરી તે દુરાશય ગ્ય વખતની રાહ જોવા લાગી.
શેઠ શેડો વખત વિશ્રામ લઈ ફરીથી બહાર ગયા એટલે મૂલા શેઠાણીએ નાપિતને બોલાવીને નિદોષ ચંદનાનું માથું મુંડાવી નંખાવ્યું. ક્રોધાવેશમાં આવી જઈ તેને ઘણું તાડન કઈ; " અને તેના પગમાં બે નાખી ઘરના એક દરના ભાગમાં આવેલા એારડામાં તેને પૂરી કમાડ બંધ કરીને, પછી પોતાના પરિવાર સેવક વિગેરેને કહ્યું કે, “જે શેઠ આ વિષયમાં કાંઈ છે તે કોઈએ કાંઈ પણ કહેવું નહીં; તે છતાં જે કંઈ કહેશે, તે તે મહારા કપનું ભાજન થશે.” આ પ્રમાણે ચાકશ અગસ્ત કરી શેઠાણી પોતાના રહેવાના સ્થાનમાં આવી.
સાયંકાલે શેઠ ઘેર આવ્યા. ચંદના તેમના દેવામાં આવી નહી. તેમણે સેવક વર્ગને પુછયું પણ શેઠાણીના ભયથી કોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com