________________
ર૭ ભવ. ) વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ ૨૫૭ દેવગે ધનાવહ શેઠ તે રસ્તેથી જતા હતા. તેમને વસુમતી
ને જોઈને વિચાર થયે કે, “આ બાળાની વસુમતીનું વેચાણું. મુખાકૃતિ જોતાં કઈ સામાન્ય મનુષ્યની
પુત્રી જણાતી નથી, પણ યુથમાંથી ભ્રષ્ટ થએલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે, તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આવા નિર્દય માણસના હાથમાં આવેલી જણાય છે. તેણે અહિ કરીયાણાની જેમ બજારમાં મૂલ્ય લઈને વેચવા મુકી છે, તેથી તે બીચારી જરૂર કે હીન માણસના હાથમાં સપડાઈ જશે માટે આ કૃપાપાત્ર કન્યાને હું જ ખરીદ કરૂં. પિતાની પુત્રીની જેમ તેની ઉપેક્ષા કરવાને હું અશકત છું. કોઈપણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દેવગે તેના સ્વજન વર્ગને સંગ પણ થઈ જશે.” આ પ્રમાણે વિચાર કરી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી, અનુકંપાથી તે બાળાને તે શેઠ પિતાને ઘેર લઈ ગયા.
શેઠે સ્વચ્છ અને નિર્મળ બુદ્ધિથી તે બાળાને પુછયું કે, “હે વત્સ! તમે કેની કન્યા છે. ? તમારા માતપિતાનું શું નામ છે? તે કહે. તમે ભય પામશે નહી. હું તમને મહારી પુત્રી તુલ્ય ગણીશ, તમે મહારે ત્યાં નિર્ભય રીતે રહે.”
પિતાના કુળની અતિ મહત્તા હોવાથી તે બાળા એ કંઈ ઉત્તર આપે નહી, અને નીચું મુખ કરી પ્લાન મુખથી ઉભી રહી.
શેઠે મૂલા શેઠાણીને બોલાવી અને તે બાળાને તેને સુપ્રત કરી કહ્યું કે, “હે પ્રિયા ! આ કન્યાનું આપણું પુત્રી સમાન પાલન કરજે. આપત્તીમાં આવી પડેલી અને મા બપથી વિખુટી પડેલી આવી બાળાઓનું રક્ષણ કરવું એ આપણે આચાર છે. દુઃખી જનેને દુઃખમાં મદદ કરવી એજ ગૃહસથધર્મનું ભૂષણ છે. માટે આ બાળાનું અતિ નથી પુપની જેમ સારી રીતે લાલન પાલન કરજે.”
33
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com