________________
૨૭ ભવ ] . ચંદનબાળાને વૃત્તાંત.
૨૫૫ તે પછી રાજાએ ધમંશાશામાં વિચક્ષણ એવા તäકદી નામના ઉપાધ્યાયને બેલાવી કહ્યું કે, “હે મહામતિ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલ છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અભિગ્રહની વાત કહે.”
ઉપાધ્યાએ જણાવ્યું કે, “હે રાજન ! મહર્ષિએને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એ ચાર ભેદથી ઘણા અભિગ્રહે કહેલા છે. ભગવતે જે અભિગ્રહ લીધે છે, તે વિશિષ્ટજ્ઞાન વગર જાણી શકાય નહી.” પછી રાજાએ નગરીમાં ઘાષણ કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીર પ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લેકએ અનેક રીતે ભિક્ષા આપવી.” રાજાની આવી આજ્ઞાથી અને શ્રદ્ધાથી લેકેએ તેમ કર્યું. તથા અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કોઈ પણ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહી.
ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા, અને કમ શત્રુઓને નાશ કરવાને કટીબદ્ધ થએલા પ્રભુ અશ્લાન મુખે સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અશકય અભિગ્રહ હોવાને લીધે તમામ જાતના પરિસડને સહન કરતા પ્રભુએ ચાર પહારની જેમ ચાર માસ નિર્ગમન કર્યા. આ અરસામાં ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા
રાજ્ય કરતું હતું. તેમને ધારણ નામની ચંદનબાળાને પાણી અને વસુમતી નામની પુત્રી વૃત્તાંત હતી. શતાનીક રાજાએ રાજકીય કારણને
અંગે દધિ વાહન રાજા સાથે વિગ્રહ ઉભો કરી, પોતાનું સૈન્ય મોકલી એક રાત્રિમાં ચંપા નગરીને ઘેરી લીધી. ચંપાપતિ (રાજા) તેનાથી ભય પામી નાશી ગયો. રાજાની આજ્ઞા થી સૈનીકેએ ચંપાનગરીને સ્વેચ્છા મુજબ લુંટવા માંડે. સૈન્યમાંથી એક ઉંટવાલે સુભટ ધારણું રાણી અને વસુમતિને પકડીને તેમને ઉંટ ઉપર બેસાઈ હરણ કરી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com