________________
૨૩૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ છાવણી વિમુવી. તેમાંથી એક ઈયાને ભાત રાંધવાને વિચાર થયે ચુલો માંડવાને માટે પાષાણુ વિગેરેની શોધ કરતાં તેને કંઈ મળ્યું નહી, એટલે તે રસેઈયાએ પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને, તેના ઉપર ભાતનું ભાજન મુકયું; અને બે પગની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પગના મુળમાં તે અગ્નિને ખુબ જેસર સળગાવે. પ્રભુ તે અગ્નિથી તપાયમાન થયા, તથાપિ અગ્નિમાં મુકેલા સુવર્ણની જેમ તેમની ભાહી થઈ નહી, પણ ઉલટી વૃદ્ધિ પામી. આ પ્રયત્નમાં તે દેવ નિષ્ફળ થયે અને પ્રભુને ચલાયમાન કરી શક્યા નહીં.
૧૫ તે પછી તે દેવે એક ભયંકર પકવણુ (ચંડાળ) વિકુવ્યું. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં, અને જઘા ઉપર શુદ્ર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા છે, જેથી પ્રભુનું શરીર તે પાંજરાઓની જેવું સેંકડે છીદ્રોવાળું થઈ ગયું. આ પ્રયત્નમાં તે દુષ્ટ ચંડાલ પાકેલા પાંદડાની પેઠે અસાર નિવડ, અને મહા યેગી પ્રભુને ધ્યાનમાંથી ડગાવી શકે નહી
૧૬ તે પછી તે સંગમ દેવે ઘણા આવેશમાં આવીને મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. મેટા વૃક્ષને તૃણની જેમ આકાશમાં ઉડાડતેક અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતે તે પવન ચે તરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યા. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતે, તે પવને પ્રભુને ઉપાડી ઉપાડને નીચે પછાડયા. આવા પ્રકારના ઉગ્ર પવનથી પણ તે દુષ્ટ દેવનું ધાર્યું કંઈ થયું નહીં, અને પ્રભુએ અક્ષુદ્રમને તે પરિસરને પણ સહન કર્યો અને ધ્યાનમાં નિશ્ચળ રહ્યા.
૧૭ સત્તરમા ઉપસર્ગ માં તેણે વળી વાયુ વિકળે. પર્વતેને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટોળીયાએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને ભમાડયા. સમુદ્ર માંહેના આવર્તની જેમ તે વંટેલીઆએ પ્રભુને ઘણું ભામાડયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com