________________
२४४
બો મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ તેથી આપ વજથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે ફક્ત થોડા ઉપસર્ગ સહન કર્યા પછી ચાર ઘાતિ કર્મોનો નાશ કરી થેડાજ કાળમાં કેવળ જ્ઞાન ઉપાર્જન કરશે.” એ પ્રમાણે ભક્તિથી સ્તુતિ કરીને ઈંદ્ર પિતાના સ્થાને ગયા ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નારીએ ગયા, અને ત્યાં પ્રતિમા ધરી કાર્યોત્સર્ગ રહ્યા ત્યાં હસિહ નામના વિઘુકુમારની કાયના જ ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી હતી. ત્યાંથી પ્રભુવિહાર કરીને શ્રાવતી નગરીએ આવી પ્રતિમા
ધરીને રહ્યા. તે નગરીના લોકોએ તે કાતિક સ્વામીની દિવસે કાર્તિકસ્વામીની રથયાત્રાના કારણરથ યાત્રાના દિવસે સર આડંબર કર્યો હતે. જ્યાં પ્રભુ પ્રતિમા ઇ કરેલે મહિમા, ધરીને રહ્યા હતા ત્યાં આગળ થઈને
કાર્તિકસ્વામીના દેવળે જવાને માગ હતું. ત્યાં થઈ તે નગરીના લેક કાતિકસ્વામીની પૂજા કરવા જતા હતા. પછી કાર્તિકસ્વામીની પ્રતિમાને સ્નાન અર્ચન કરી તૈયાર કરેલા રથમાં બેસાડવાને તૈયાર થયા. એ સમયે પ્રભુના સેવક શક્રઈબ્રે પ્રભુ હાલ કયાં વિચરે છે તે જાણવાની ઈચ્છાથી અવધિજ્ઞાનથી જોયું. નગરજને પ્રભુના સ્વરૂપથી અજાણ છે, અને પ્રભુ
જ્યાં ધ્યાન માં ઉભા રહ્યા છે, ત્યાં થઈને જનાર પ્રજાજન તેમને વંદન કર્યા શીવાય જાય, એ તે અવિવેક છે. તેમ થવું તેમને ઉચિત લાગ્યું નહી. તત્કાળ ત્યાં આવી કાર્તિકસવામીની પ્રતિ મામાં પોતે પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા
જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા, તે તરફ ચાલી. તેથી નગરજને ચમત્કાર પામી બેલવા લાગ્યા કે, આજે તે કાર્તિકસ્વામી પિતાની મેળે ચાલીને રથમાં બેસશે. તેવામાં તે તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈને પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપસના કરવાને પૃથ્વી ઉપર બેસી નગરજને વિચારવા લાગ્યા કે, “આ કંઈ આપણું ઈષ્ટ દેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેમનું ઉલંઘન કર્યુંતે યંગ્ય કર્યું નહિં; એમ અરસ્પરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com