________________
૨૭ બવ. ] સંગમ દેવના ઉપસર્ગ.
૨૩૫ છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિંચિંતું પણ ધ્યાન છેડ્યું નહીં. મહા ગર્વિષ્ટ અને પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞાવાળા તે સંગમે આ પ્રમાણે ઘણે પ્રનત્ન કર્યો, પણ તે ફતેહમંદ થયો નહીં. તે વિચારવા લાગ્યું કે, આ વજ્ર જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણીવાર હેરાન કર્યા, તે પણ તે લેશ માત્ર લોભ પામ્યા નહી. અરે! હું માન ખંડિત થઈ ઈદ્રની સભામાં જઈશું મુખ બતાવું? આવા દુષ્ટ વિચારથી તે ઘણા આવેશમાં આવી ગયે. હવે તે એ મુનિના પ્રાણુને જ નાશ કરું એટલે એનું ધ્યાન આપોઆપ નાશ પામશે, તે સિવાય બીજો ઉપાય નથી. આવો વિચાર કરી તે દેવે ફરી ઉપસર્ગ શરૂ કર્યા.
૧૮ અઢારમા ઉપસર્ગમાં એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાલચક્ર, દેવે ઉંચુ ઉપાડયું. જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજા તેટલા પ્રમાણુવાળે પુટ હોય તેવું તે કાળ ચક્ર, તેણે જેરવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જવાળાએથી સર્વ દિશાઓને વિકાળ કરતું તે ચક્ર, સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુની ઉપર પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનું સુધી પૃથ્વીમાં ઉતરી ગયા. આ પ્રમાણે થયા છતાં પણ, ભગવંત તે ક્ષુદ્ર દેવના ઉપર ક્રોધ નહી કરતાં, ઉલટા અમી દ્રષ્ટિથી તેના તરફ જતા હતા.
- જ્યારે આવા કાળચકની પણ પ્રભુના ઉપર પણ જોઈએ તેવી અસર થઈ નહિ, શરીરને તે નાશ થયો નહિ અને ધ્યાનમાંથી પણ ડગ્યા નહિ, ત્યારે વિચારવા લાગ્યું કે, “અસ્ત્ર અને શસ્ત્રને અગોચર આ છે અને આવા પ્રયોગો તેમના ઉપર કંઈ અસર કરી શકવાના નથી. આવા પ્રતિક ઉપાય કંઈ કામ લાગતા નથી, તે હવે તેમને અનુકુલ એવા ઉપાયે કરૂં.”
અનુકૂલ ઉપસર્ગ. ૧૯ ઓગણીસમા ઉપસર્ગમાં તે સંગમ દેવ વિમાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com