________________
૨૭ ભવું. ]
સંગમની અશ્રહો.
૨૨૫
ચલાવવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગે જેમ શુદ્ધ સુવર્ણ અગ્નિની આંચથી ઓગળતું નથી, પણ ઉલટુ વિશેષ શુદ્ધ થઇ દીપી નીકળે છે, તેમ મહાસતીએ પણ દીપી નીકળે છે; એવા ઐતિહાસીક ઘણા દાખલાઓ આપણા જાણવામાં છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને જસમા ઓડણને, તેમજ સતી સુભદ્રા, સતી અ'જણા વિગે રૈના દાખલા શાસ્ત્રમાં મેાજીદ છે, અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જગતમાં દુષ્ટ બુદ્ધિના જીવા મહાપુરૂષાના ગુણા સાંભળી, અસર ધરી તેમને વિના કારણુ દુઃખ આપે છે. આવા પ્રકારના વિકારી સ્વભાવથી દેવતાઓ પણ મુકત નથી.
ઇંદ્ર મહારાજની સભામાં હજારા દેવા બેઠેલા હતા તેમાં બધા દેવા કઇ ઉંચકાટીના હતા એમ ન હતું. તે સભામાં એક સંગમ નામના સામાનિક દેવ, અલભ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળા હતા, તે બેઠેલા હતા. ભગવંત મહાવીર દેવની ઈંદ્ર મહારાજે કરેલી પ્રસ’શાથી તેનુ લેાહીતપી આવ્યું તેના ત્રા રાતા થઈ ગય, અને શરીર કંપવા લાગ્યું. તેના ચેહેરા ભયકર થઇ ગયેા, અને હાઠ ફફડવા લાગ્યા, ઇંદ્ર મહારાજના સેવક છું, અને તેમને ( ઈંદ્રે ) પ્રભુની ખાટી સ્તુતિ કરવાને ક ંઈજ કારણ નથી, એવા વિચાર તે કરી શકયા નહીં; અને ઈંદ્ર મહારાજ તથા પેાતાની વચ્ચે શું અંતર છે, તથા આ સભામાં તેના કરતાં પણ વધારે ઋધ્ધિ અને શક્તિવાળા દેવા ઇંદ્ર મહારાજની સેવામાં છે, તેનુ ભાન તે ભુલી ગયા; અને ઇંદ્ર મહારાજના સામા થઇ તે મેલ્યા કે, ૩ દેવેદ્ર! એક સાધુ થએલા મનુષ્યની તમે આટલી બધી પ્રસંશા કરા છે, તેનું કારણુ સત્ અસત્ ખેલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતાજ છે, એક સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવા નથી, એવુ ઉલટ તમે હૃદયમાં કેમ ધારા છે ? અને કદી ધારા છે. તે શામાટે કડા છે. ? જેના શિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
સંગમ નામના દેવને થએલી
અશ્રદ્ધા.