________________
૨૨૭,
એમાં પ્રત્યેના અંગીકાર
3 અને
૨૭ ભાવ ]
ઈદ્ર સભાનું વર્ણન. ક્રમથી ચાર અહેરાત્ર સુધી તે પ્રતિમામાં રહ્યા. એમ દશમ (ચારઉપવાશ) વડે મહા ભદ્રા પ્રતિમા પૂર્ણ કરીને તરતજ બાવીશમ (દશ ઉપવાશ) ના તપ વડે સર્વતે ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં પ્રત્યેક એક એક અહે રાત્ર રહ્યા. તેમાં ઉર્ધ્વ અને અધે દિશાના પ્રસંગે ઉર્વને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે ફરતા ફરતા આનંદ નામના કોઈ ગૃહસ્થને ઘેર ગયા.
તે ગૃહસ્થની બહલા નામે કઈ દાસી પાત્ર ધોતી હતી. તે ટાઢું અન કાઢી નાખતી હતી. તેવામાં પ્રભુને ફરતા જોઈને તે બોલી કે “હે સાધુ? તમારે શું આકર્ષે છે?” પ્રભુએ હાથ પસાર્યો એટલે તેણીએ ભક્તિથી અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થએલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈને લકો ઘણા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલા દાસીને દાસીપણુમાંથી મુકત કરી “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી મુકત થાય છે, તે આમાંશુ આશ્ચર્ય ?” ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણા ઑછ લેકેથી ભરપૂર એવી
દઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામે ઈદ્રની પ્રસંશા. ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં,
પિલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ ત૫ (ત્રણ ઉપવાસ) કરીને પ્રવેશ કર્યો. ત્યાં જંતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, પ્રભુ એક રાત્રિની મહા ભદ્રા પ્રતિમાએ રહ્યા. તે સમયે શકેંદ્ર, સુધર્મા નામા દેવલોકની સભામાં, ચેરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ (ગુરૂસ્થાનકીઆ) દેવતાઓ, ત્રણ સભાઓ “૧ અત્યંતર સભા, ૨ મધ્ય સભા અને ૩ ત્રીજી બાહ્યા સભા”, ચાર લેક પાલે, અસંખ્ય પ્રકણું દેવતાઓ, ચાર દિશાઓમાં દઢ પરિકર બાંધીને રહેલે પ્રત્યેકે પ્રત્યેકે પેરાસી હજાર હજાર અંગરક્ષક, સેનાથી વીંટાએલા સાત સેનાપતિને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com