________________
२०२
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ થાકીને તે પાછે તે સ્થળે આવ્યું, ત્યારે બળદને પ્રભુની પાસે બેઠેલા જોયા. તે ક્ષુદ્ર મતિવાળા ગોવાળને વિચાર કર્યો કે, આ યેગીને બળદ ચરવા ગયાની વાતની ખબર છતાં મને તે વખતે તેમણે ખબર કહી નહી, અને મારે આખી રાત વનમાં ભમવું પડયું ! ખરેખર મનેજ એણે ભમાવ્યું. આ વિચારથી તેને ક્રોધ ચઢ, અને પિતાની પાસે બળદની રાસ હતી તેથી પ્રભુને મારવાને તેમના તરફ દેડ.
દીક્ષા મહત્સવમાંથી શકેંદ્ર પિતાના સ્થાને ગયા પછી, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે? તે જાણવાની ઈચ્છાથી, અવધિજ્ઞાનને ઉપયોગ મુકી જોયું તે આ બનાવ બનતે તેમણે જે ગેવાળને સ્થભિત કરી, તે જ વખતે તેઓ પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુને ઉપસર્ગ કરતે અટકાવી, તેને ત્યાંથી વિદાય કર્યો. તે પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈ મરતક નમાવી, બે હાથ જેઠ, વિનંતિ કરી કે, આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થવાના છે; માટે તેને નિષેધ કરવા સારૂ સેવક તરીકે આપની સેવા કરવા સાથે રહેવાની મારી ભાવના છે, તે તે વિનંતી આપ સ્વીકારશે.
કાર્યોત્સર્ગ પારીને પ્રભુએ ઉત્તર આપે કે “હે દે! તીર્થકરો કદી પણ અંતરંગ શત્રુઓને જીતવામાં તથા કર્મોને નાશ કરવામાં પરની સહાયની અપેક્ષા રાખતા નથી વળી કઈ પણ તીર્થ કરે બીજાના આશ્રય-સહાયથી કેવળજ્ઞાનાદિ અખંડ આત્મિકલમી પ્રાપ્ત કરી નથી, કરતા નથી, અને કરશે પણ નહીં, તે કેવળ પિતાના વીર્યબલ, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાનાદિ આત્મિક ગદ્ધિ પ્રગટ કરી મોક્ષરૂપી સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે.”
પ્રભુને આવા સ્વાત્માલંબન ભાવને પ્રકટ કરનાર ઉત્તર સાંભળીને શદ્રને પ્રભુના ઉપર બહુજ ભકિત રાગ થયે; અને તીર્થકરેના સ્વાશ્રય ગુણની અનુમોદના કરવા લાગ્યા. પ્રભુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com