________________
૨૧૧
૨૭ ભવ. ] ચંદકેશીક સપને ઉદ્ધાર. કર્યું હતું. આ ચાર્તુમાસમાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી.
ચોમાસુ વ્યતિત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા, ત્યારે શુલપાણે યક્ષ પ્રભુને વિનંતી કરવા લાગે કેહે નાથ ! આપ પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહિં આવ્યા હતા. પરંતુ મહારાજે કઇ પાપી નથી કે જેણે આપને ઉલટે અપકાર કર્યો. આપના જેવા કોઈ સ્વામી નથી. અપકારને બદલે મને તે આપ ખરેખર ઉપકારી થયા છે. તે વિશ્વાના ઉપકારી ! જે અહીં આવીને મને બંધ કર્યો ન હોત તે આજે મેં જરૂર નરક ગતિ મેળવી હોત ! આ પ્રમાણે સ્તુતિ કરી નીર્ગવત થઈ પ્રભુને વળાવીને પાછો વળે.
ચંડ કેશીક સર્પને ઉપસર્ગ અને તેને ઉદ્ધાર.
પ્રભુ વિહાર કરતા કરતા પાછા મેરાક ગામ આવ્યા. ત્યાં બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને રહયા. એ ગામમાં તે સમયે એક અચ્છેદક નામે પાખંડ રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પિતાની આજીવીકા ચલાવતા હતા. પ્રભુના ત્યાં રહેવાથી અને સિધાર્થ વ્યંતરના પ્રયાસથી તેનું પિગળ લકે કળી ગયા, તેથી તેના માનમાં કમીપણું થયું તે અચ્છેદક પ્રભુ પાસે આવી વિનંતી કરવા લાગ્યું કે, “હે ભગવન ! આપ અહીંથી બીજે સ્થળે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તો સર્વત્ર પૂજાય છે. આપના અહીં રહેવાથી મને દુઃખ થશે.” આવી તેની દીન વાણી સાંભળી અપ્રીતિવાળા સ્થાને રહેવું નહી એ પિતાને અભિગ્રહ છે. તેને યાદ કરી પ્રભુએ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ તાંબી નગરી તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં ગવાળોના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય ! આ માર્ગ વેતાંબીએ સીધે જાય છે. તેની વચમાં કનકખળ નામે તાપસેને આશ્રમ આવે છે, ત્યાં હમણાં એકદષ્ટિ વિષ સર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com