________________
૨૦ ભવ. 2
ચડાશીકના પૂર્વભવ.
૨૧૫
આ પ્રમાણે એ ચ’ડકોશિક સપ' ઉપર ઉપકાર કરી, ત્યાંથી પ્રભુ ઉત્તર વાચાલ નામના ગામ સમીપે આવ્યા. પક્ષાપવાસના પારણાના માટે ગામમાં ગેાચરીએ ક્રુરતાં, તે ગામના નાગસેન નામના ગૃહસ્થના ઘર તરફ જતાં, તેમણે પ્રભુને જોઇને ઘણા હ" થયેા. તેણે ભકિત પૂર્વક પયવડે પ્રભુને પ્રતિલાલ્યા.
•
છે, એમ શીષ્યને બતાવી પોતાના બચાવ કરી શીષ્યના ઉપર રાષ * શીષ્ય માન રહ્યો. શુદ્ધ બુદ્ધિએ શીષ્ય વિચાર કર્યો કે આ મહાનુભાવ છે તેથી સાયંકાળે પ્રતિક્રમણુ વખતે આલેાચના કરશે. સાયકાળના પ્રતિક્રમણુ વખતે આલેાચના કર્યાં સીવાય સાધુ મહારાજ બેસી ગયા. શીષ્યે ક્રી ઉપયેગ આપ્યા, તેથી તેમને ક્રોધ ચઢયા, અને તેને મારવાને તેના તરફ દોડયા ક્રોધવેશમાં દોડતાં વિવેક હીન થઇ જવાથી વયમાં સ્થંભ આવે છે, તે ભાન પણ તેમને રહ્યુ નહી; અને સ્થંભને મસ્તક જોરથી અફળાયું અને આલેાચના કર્યાં વગર તે સાધુ મૃત્યુ પામ્યા.
સ‘યમની વિરાધના કરવાથી તે જ્યેાતિશિક દેવમાં દેવપણે ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પુર્ણ થએથી કનકમલ નામના સ્થાનમાં પાંચસા તપસ્વીઓના કુળ પતિની પત્નીથી કૈાસિક નામે પુત્ર થયા. નહાનપણથીજ તે પોા ક્રોધી હતા, તેથી તેનું નામ ચંડકાશિક તાપસ પાડવામાં આવ્યું. તે પણ પિતાની જગ્યાએ આવવાથી તાપસાના કુલ પતિ થયા. તેને પોતાના તાવન ઉપર ધણી મુર્છા હતી. વનના રક્ષણુમાંજ કાળ કાઢતા ક્રાઇ નકામુ પડેલુ પાંદડુ કે ક્રાયલું ફળ લે તેના ઉપર પણ તે ક્રોધે ભરાઇ તેને તે મારતા હતા. તેના તેવા ત્રાસથી તમામ તાપસા ત્યાંથી ખીજે સ્થળે ગયા કુકત એકલાજ તે વનમાં રહેતા અને વનને સાચવતા. કેટલાક રાજકુમાશ શ્વેતાંબી નગરીથી તે વનમાં આવી ક્રીડા કરતા હતા. તે તેનાથી સહન થયુ નહી, અને કુહાડા લક્ષ્ય ક્રોધાવેશમાં તેમને મારવા દાડયા-દાડતાં પગ નીસ્ખલના થવાથી તે પડી ગયા, અને તેના પોતાના તીક્ષણુ કુહાડા તેને વાગ્યે। અને મૃત્યુ પામ્યા. કુકના વિપાક આવાજ હાય છે. ” ક્રોધાવેશમાં મૃત્યુ પામેલા તે ચક્રેશિક તાપસ આ વનમાં વિષ સર્પ થયેલા હતા.
(6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com