________________
૨૧૬
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
સીંહના જીવ સુદષ્ટ નામા નાગકુમારે ગગા નદી ઉતરતાં કરેલા ઉપગ
[ પ્રકરણ ૨૭
પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા સુરભિપુર નામના નગરની સમીપે આવ્યા. તે નગરથી વચમાં ગંગા નદી ઉતરી સામા કાંઠે જવા સારૂ નદી ઉપર આવી, સિદ્ધાંત નામના નાવીકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને ખીજા ઉતારૂઓ બેઠા. પછી નાવીકે એ બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે તે નાવ ( નાવડી, હાડી ) વેગથી સામા કાંઠા તરફ જવા લાગી.
આ વખતે કાંઠા .ઉપર રહેલ' ઘુવડ પક્ષી મેલ્યું. તે સાંભળી નાવમાં બેઠેલા શુકનશાસ્રના જાણકાર ક્ષેમીલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આ વખતે આપણે સહીસલામત રીતે ઉતરવાના નથી, ઘેાડા સમયમાં આપણે સર્વે ને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહીમાથી આપણે ખચી જઇશું. એટલામાં નાવ અગાધ જળમાં આવ્યું. તે સ્થળમાં સુષ્ટ નામે એક નાગકુમાર દેવ રહેતા હતા. તેણે પ્રભુને નાવમાં બેસી ગ’ગા નદી ઉતરતાં જોયા અને વિભગ જ્ઞાનથી જાણ્યું કે, પ્રભુ જે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા, ત્યારે તેમણે એક સિ'હુને માર્યો હતા. તેજ સિંહના જીવ હું છું. મને તેમણે વિનાકારણુ માર્યાં હતા. મે. તેમને અપરાધ કર્યાં ન હતે. હું તે એક ગુફામાં રહેતા હતા. ત્યાં તેમણે પેાતાની ભુજાવી'ના ગથી, અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી, આવીને મને મારી નાખ્યા હતા. આવા વિચારથી તે દેવ ઘણા ક્રોધાવેશમાં આવી ગયા. આજે એ મારી નજરે પચે છે, તે હું હવે તેને મહાર્ પરાક્રમ બતાવું. મારૂ' પૂર્વ'નું વેર લીધા. શીવાય હું. હવે તેને જવા દેવાના નથી. વેર લીધા પછી મહારૂં મૃત્યુ થશે, તેા પણ હું મહારા જન્મને કૃતાર્થ માનીશ. ખરેખર ઋણીની પેઠે વેર પણ સે’કડી જ્ન્મ સુધી પ્રાણીની પુઠે જાય છે. ” આ પ્રમાણે ક્ષુદ્ર વિચાર કરતાં કરતાં તેને ઘણા ક્રોધ ચઢયા, પ્રભુ જે નાવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com