________________
૨૧૩
૨૭ ભવ. )
ચડકેશીને ઉદ્ધાર. ચરણ કમળ પર ડસ્પે, પોતાના વિષની ઉગ્રતાથી તે આક્રાંત થઈને હમણાં પડશે અને મને દાબી નાખશે, એવા ભયથી તે ડશી ડશીને દુર ખસતે હતે. પ્રભુના અતિશયના લીધે ડંખનું ઝેર પણ પ્રભુના શરીરમાં પ્રસરી શકતું નહી. પણ જે ઠેકાણે ડંખ દીધા હતા, તે ડંખમાંથી માત્ર ગાયના દુધ જેવી રૂધિર ધારા નીકળતી હતી. ઘણું વાર તેમ થવાથી “ આ શું ?” એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ થંભી રહયે, અને નિરાશીત થઈને પ્રભુની સામે જેવા લાગ્યો. પ્રભુના અતુલ્ય રૂપને નીરખતાં, પ્રભુના કાંતિ અને સૌમ્ય રૂપને લીધે તેના ને તત્કાળ સ્તબ્ધ થઈ ગયા.
જ્યારે તે કાંઈક શાંત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે“અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મેહ પામ નહી !”
ભગવંતના અમૃતથી પણ વધુ મીઠાં એવાં વચન સાંભળી, ઉહાપોહ કરતાં તેને જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વ ભવ જોયા અને પ્રભુને ઓળખ્યા. તે ઘણે શાંત થઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગ્યા. પિતે નજીવી કરેલી ભૂલનું પરંપરાએ કેવું પરિણામ આવ્યું ? તે વિચારથી, અને આ તીર્થંચના ભાવમાં પણ પિતાના કરેલાં કર્મ ખપાવવા માટે પોતાના મનમાં જાગ્રત થયેલી તીવ્ર ઈચ્છાથી પ્રભુની સાક્ષીએ અનશન અંગીકાર કરવાને નિશ્ચય કર્યો. તેણે ભકિત ભાવથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પાછા પ્રભુના સન્મુખ સ્તબ્ધ થઈ ઉભું રહેશે. પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણે પોતાની દ્રષ્ટિ તેના ઉપર મુકી તેને વિશેષ ઉપશાંત કર્યો.
વિષ વડે ભયંકર એવી મારી દષ્ટિ કેઇના ઉપર ન પડો” એમ ધારીને તેણે પોતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને સમતા૨૫ અમૃત તે પીવા લાગ્યું.
પ્રભુ પણ તેને ઉપરની અનુકંપાથી ત્યાંજ સ્થિત રહયા. ખરેખર મહાન પુરૂષોની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટેજ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com