________________
ર૭ ભવ. ] ગાવાલને ઉપસર્ગ.
૨૦૧ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી લેપ કર્યો હતો, તથા ઉત્તમ સુગંધીવાળા પુખેથી પ્રભુની પૂજા કરી હતી તેની સુગંધ ચાર મહીનાથી અધિક કાળ સુધી પ્રભુના શરીરપર રહી હતી. તે સુગંધથી ખેંચાઇને ભમરાઓ આવીને પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક મુગ્ધ યુવકે પ્રભુની પાસે સુગંધી માગતા, પણ પ્રભુ તે મને રહેતા. તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને આકરા ઉપસર્ગો કરતા હતા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભત રૂપવાળા તથા સુગંધ યુક્ત શરીરવાળા જેઈને, કામાતુર થઈ અનુકૂળ 'ઉપસર્ગ કરતી હતી. પ્રભુ તે મેરૂની જેમ સ્થિર રહી સઘળું સમભાવ પૂર્વક સહન કરતા અને ઈયસિમિતિધન પૂર્વક વિહાર કરતા. - જે દિવસે દિક્ષા અંગીકાર કરી, તે દિવસે વિહાર કરી બે ઘી દિવસ બાકી હતું, ત્યારે પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. રાત્રિએ તે સ્થળે નાસિકાના અગ્રભાગપર નેત્રની દષ્ટિસ્થાપન કરી, બે ભુજા લાંબી કરી, કાત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહ્યા, તે સમયે કઈ ગેવાળ આખે દિવસ બળદને હાંકી તેજ ગામની સીમમાં,
જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવ્યું. સધ્યિાને વખત થયું હતું, તેથી બળદને પ્રભુની પાસે મુકીને ગોવાળ ગાયે દેહવા ગામમાં પિતાના ઘેર ગયે. આખા દિવસના ભૂખ્યા નિરંકુશ બળદો ચરતા ચરતા વનમાં આગળ ચાલ્યા ગયા. ગામમાં ગએલે ગોવાળીઓ ગાયને દેહીને પાછો તે સ્થળે આવ્યા, ત્યારે પિતાના બળદેને ત્યાં જોયા નહી. પ્રભુને બળદે કયાં ગયા છે ? તે સંબંધે પુછ્યું; પણ તેમની પાસેથી કાંઈ ઉત્તર મળે નહીં, તેથી બળદોની શોધ માટે તે પણ વનમાં ગયે જે તરફ બળદ ગએલા તેની બીજી તરફ તે શોધવા માટે ગયે, તેથી તે બળદને પતો મળે નહીં. આ તરફ બળદો ચરતા ચરતા ધરાઈ રહ્યા, અને તે રાત્રી બાકી રહી તે વખતે પાછા જ્યાં પ્રભુ કાત્સગ ધ્યાને ઉભા હતા ત્યાં આવી, બેસી વાગેલવા લાગ્યા. શેવાળ આખી રાત શોધ કરી,
26
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com