________________
૨૭ ભવ ]
લગ્નવિચાર.
૧૬૮
પિતાના જીવનને ધન્ય માનતા, જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા.
પ્રભુ આસકિત રહિત સંસારીગ ભોગવતા, કેટલોક કાલ ગયા પછી પ્રભુ થકી યશોદા દેવીને નામ અને રૂપથી પ્રીય એવી પ્રીયદશના નામની પુત્રી થઈ. તેણીને મહા કુલવાનું અને સમૃદ્ધિવાન જમાળી નામે યુવાન રાજપુત્ર સાથે પરણાવી.
અહીં એટલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, પ્રભુ યુવાન થયા અને તેમને ભેગ સમર્થ જાણ તેમના માતા પિતાએ તેમનું લગ્ન કર્યું. યુવાવસ્થા પહેલાં લગ્ન કર્યું ન હતું. આ ઉપરથી નહાની ઉમરમાં યુવાવસ્થા પ્રાપ્ત થયા વગર અને ભગ સમર્થ છે કે નહિ તેને વિચાર કર્યા શીવાય, પુત્રને લગ્ન સંબંધમાં જે દેનાર માતા પિતાએ ધડો લેવા જેવું છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા પહેલા નહાની વયમાં પોતાની પ્રજાને લગ્ન સંબંધથી જોડી દેનાર માતા પિતા પોતાના અધિકારને દુરૂપયેાગ કરે છે. પોતાની પ્રજા નિરોગી અને સશક્ત નિવડે તેવી તજવીજ રાખવી, અને તેમને લાયકની કેળવણું આપવી એ તેમની પહેલી ફરજ છે. એ મહત્વની ફરજ બજાવવા તરફ ઉપેક્ષા કરી લગ્ન વિધિને અગ્રપદ આપી દેવામાં તેઓ ખરેખર ભુલ કરે છે. એવી ભુલ ન થાય તેના માટે પ્રભુના આ ચરિત્ર ઉપરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે.
ભગવંતને નંદીવર્ધન નામના વીલ ભાઈ હતા, અને. સુદશના નામના બેહન હતાં. ભગવંત મહાવીરની ઉમર અઠાવીશ વર્ષની થઈ તે સંધિમાં તેમની માતા પિતા કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયાં છે.
એક જુના પત્ર ઉપરના લેખને અનુવાદ શ્રી વીરશાસન માસિકના પુરત ત્રીજાના બારમા અંકના ટાઈટલ પેજ ઉપર એક મુનિએ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં ભગવંતના કટુંબી સંબંધીઓના આયુષ્યના અંગે નીચે પ્રમાણે વર્ણન છે.
22
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com