________________
૧૯૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ છતાં ગૃહસ્થ તે વસ્તુ આપે નહી, તે વારે તેઓ મનમાં વિષાદ કે ઉદ્દેશ કરે નહી, દુષ્ટવચન બોલે નહી, અને મનમાં સમતા ધારણ કરી ચિંતવે, કે મને જે ન મળ્યું તેમાં મહારા લાભાંતરાય કર્મને ઉદય છે. આ ગૃહસ્થને કંઈ દેષ નથી. આથી તે મહારૂં કર્મ ખપશે, વળી વસ્તુ તે આજે નહી મલી તે કાલે મળી જશે. જે વારે મલશે ત્યારે લેઈશું. એના વિના જે નભી શકે તેમ હશે તે નભાવી લઈશું. એવા વિચાર કરી સમભાવમાં રહે, તેને અલાભપરિસહ કહે છે.
૧૬ રેગપરિસહ–સાધુને જ્યારે શ્વાસ, જવર, અતિસારાદિકરગ લાગુ પડે ત્યારે જે ગચ્છ બહાર જિન કલ્પી સાધુ હોય તે તે ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ કરે નહી, અને તેવા પ્રસંગે પિતાના કર્મને વિપાક ચિંતવી વેદનાને સહન કરી સમભાવ ધારણ કરે. પણ જે સ્થવિર કપી ગચ્છવાસી સાધુ હોય તે આક્ત વિધિ નિવઘ ચિકિત્સા કરાવે; મનમાં કર્મવિપાક ચિંતવતા રહે, પણ હાયય કરે નહિ. કદી અત્યંત વેદના થતી હોય તો પણ આર્તધ્યાન કે ખરાબધ્યાન કરે નહીં, પણ શુભ પરિણામ રાખી શમ્યફ રીતે વેદના સહન કરે તેને રોગ પરિસહ કહે છે.
૧૭ તૃણસ્પર્શ પરિસહ–ગછ નિર્ગત સાધુને તે તૃણનેજ સંથારે કહ્યો છે, અને ગચ્છવાશી સાધુને તે સાપેક્ષ સંયમ છે, માટે વસ્ત્રાદિક પણ લે છે. પરંતુ જ્યારે ભૂમિકા ભીની હોય અથવા વસ્ત્ર પુરાણું થયું હોય, કિંવા ચોરે ચોરી લીધું હોય ઈત્યાદિ કારણે કેવળ ડાભને અઢી હાથ પ્રમાણુ સંથારે હોવાથી, તે ડાભના અગ્રભાગ તીક્ષણ હોય તે શરીરને લાગે, તેથી પીડા ઉત્પન્ન થાય, તે પણ દુખ ચીંતવે નહિ, કે સમાધિને ત્યાગ કરે નહિ; તેને તૃણસ્પર્શ પરિસહ કહે છે.
૧૮ મલ પરિસહ-પરસેવાના પાણીથી સાધુના શરીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com