________________
૨૭ ભવ. ] પરિસહનું વર્ણન.
૧૮૫ રજને કઠીન મેલ બંધાઈ જાય, તે ઘણે મેલ ઉણકાળના તાપના સંગે પરસેવાથી બીજાઈને દુર્ગધે ગંધાય તે પણ તે દુર્ગધને દુર કરવા સારૂ સ્નાનાદિકની ઈચ્છા કરે નહિ. વળી એ થકી કયારે હું મુક્ત થઈશ ? એવું ચિંતવન પણ કરે નહિ; તેને મલ પરિસહ કહે છે.
૧૯ સત્કાર પરિસહ–સાધુને કોઈ સ્તવન, નમન, ચણ સ્પર્શ કરે, સન્મુખ જાય, તેમને દેખી ઉભા થાય, આસન આપે, અશનાદિક દાન દે, અથવા હેટા કેઈ રાજા નિમંત્રણાદિ કરે, 'ઈત્યાદિ રીતે તેમને સત્કાર થાય તે પણ મનમાં ઉત્કર્ષ લાવે નહિં કે અભિમાન કરે નહિ, અથવા સત્કાર ન થવાથી મનમાં વિષાદ પણ કરે નહિ. તેને સત્કાર પરિસહ કહે છે.
૨૦ પ્રજ્ઞા પરિસહ-પુત સત્કારના કારણથી કે બુદ્ધિની બાહુલ્યતાના લીધે ગર્વ કરે નહિ તેના અભાવે ખેદપણ ન કરે આને પ્રજ્ઞા પરિસહ કહે છે. કેઈ પ્રજ્ઞાવંત સાધુ, ઘણા શ્રતને જાણ હેય, તે એવા વિચાર કરે કે “મે ભવાંત્તરમાં રૂદ્ધ રીતે જ્ઞાના રાધન કર્યું છે, માટે સમસ્ત મનુષ્યમાં જ્ઞાનવાન છું, અને સર્વના પ્રાના ઉતર હું આપી શકું છું, ”પરંતુ ગર્વ ન કરે, પ્રજ્ઞાના અભાવે મનમાં ઉદ્વેગ પણ ન કરે, હું મુખ છું, હું કાંઈ પણ જાણતું નથી, સર્વના પરાભવનું સ્થાનક છું, અરે હું જીવાદિક પદાર્થોના નામ પણ જાણતું નથી, એવી દીનતા મનમાં નહીં કરે, પણ પૂર્વકૃત કર્મનું સ્વરૂપ ચિંતવી જ્ઞાનાભ્યાસ કરવામાં ઉદ્યમ કરે તે તેમને આ પરિસહ પીડા આપે નહિ.
૨૧ અજ્ઞાન પરિસહ-વસ્તુ તત્વનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જણાય છે–તેને જે અભાવ તે અજ્ઞાન-પરિસહ છે. કેઈ સાધુ મનમાં એવું ચિંતવે નહિ કે “મે અવતીપણું ત્યાગી વતીપણું અંગીકાર કર્યું છે તે પણ હું કંઈ જાણતું નથી. તેમ હું તપસ્યાદિક કરું છું, તથા સાધુને કરવા લાયક ક્રિયા પણ કરૂં છું, પણ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com