________________
૨૭ ભવ. ] સાધનાની પ્રણાલિકા.
૧૮૯ સારૂ તીવ્ર ઈચ્છા થવી જોઈએ. તે થયા શીવાય તે કાર્ય કરવાને સંકલ્પ થઈ શકતું નથી. તેવા પ્રકારની ઈચ્છાના પછી તેના માટે દ્રઢ સંકલ્પ કરે જોઈએ. ઈચ્છા ઉદ્દભવ પામ્યા પછી સંક૯૫ કરવામાં આવે તેજ કાર્યને આરંભ થાય. પછી તે કાર્ય કરવા માટે સમ્યક્ રીતે પુરૂષાર્થ કરવા જોઈએ. આને સાધના કહે છે. તે સાધના કરવામાં ગમે તેવા પ્રકારના વિઘ આવે, તે પણ તે કાર્ય પડતું મુકવામાં આવે નહીં અને તે પૂર્ણ થતા સુધી અવિશાંત પ્રયત્ન કરવામાં આવે છે તે કાર્ય સંપૂર્ણ થાય છે, અને તેમાંજ સાધકનું મહત્વ છે.
લોકર સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટેની ભાવના તે પ્રથમના ભમાંજ ઉત્પન્ન થઈ ગઈ હતી. તે ભાવનાને પૂર્ણ કરવા માટેનું સંકલ્પ ભગવંતે ગર્ભમાંજ કર્યો હતે. અને તેની સાધનાની શરૂઆત કરવાના વિચાર માતાપિતા વગે સીધાવ્યા કે તુર્ત બહાર પાડયા.
ભગવતે દીક્ષાના દીવસથી સાધનાની શરૂઆત કરી. તે સાધનાનું સ્વરૂપ જાણતા પહેલાં, પરિસહ જે પ્રાણુઓ ને કાર્ય સિદ્ધિ કરવામાં વિઘો કરનાર અને વિવિધ પ્રકારે દુઃખ આપનાર છે તેનું સ્વરૂપ પ્રથમ જાણવું જોઈએ. આ પરિસહ જે સમભાવથી સહન કરાય તે તે કર્મ નિર્જરારૂપ ઉત્તમ ફલને આપનાર છે. | નવ તત્વમાં સંવરતત્વ એ નવીન આવતા કર્મને અટકાવવાનું કાર્ય કરે છે. એ સંવરતત્વના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિસહ, દસ પ્રકારના યતિધર્મ, બાર ભાવના, અને પાંચ પ્રકારના ચારિત્ર મળી એકંદર સત્તાવન ભેદ છે. એ સત્તાવન પૈકી બાવીસ પરિસહનું સ્વરૂપ શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જણાવેલું છે.
૧ ક્ષુધા પરિસહ -ભૂખથી ઉત્પન્ન થનારી વેદના બીજ સમસ્ત વેદનાઓથી અધિક છે, કારણ તે આંતરડાં અને પેટને બાળનારી છે. ગમે તેવી ભુખ લાગે તે પણ સાધુ-અનેષણય-દે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com