________________
૧૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ જિનવર ચારિત્ર લેતાં, ઈદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિંત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સી પ્રાણભૂતહિત કત; • હર્ષિત પુલકિત થઈને,સાવધ થઈ દેવતા સુણતા. ૨ (૧૦૧૮)
એ રીતે ભગવાને ક્ષાપશમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મનઃ૫ર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યકત મન વાળા સંજ્ઞિ પંચૅકિયાના મગત ભાવ જાણવા લાગ્યા. (૧૦૧૦)
* પછી પ્રવર્જિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાળ નહિ કરતાં, જે કંઈ દેવ મનુષ્ય કે તિય ચે તરફથી ઉપસર્ગો થશે, તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ, અને અહિયાં રહીશ (૧૦૨૦)
કાષભદેવ પ્રભુએ ચેસઠ હજાર રાજાઓ સાથે, મલ્લીનાથ અને પાશ્વનાથ ભગવંતે ત્રણ સાથે, વાસુપૂજ્ય સ્વામી એ છ સાથે, તથા બાકીના જિનેશ્વરેએ એક એક હજાર સાથે દીક્ષા લીધી હતી. વિર ભગવંતની સાથે કેઈ ન હતું. તેઓ તે અદ્વિતીય એટલે એકલા એજ રાગ દ્વેશ રહિત, ચાર કષાય અને પંચંદ્ધિ મળી નવના જય કરવા રૂપી ભાવ લેચ કરી, દશમો દ્રવ્ય લેચ-કેશલેચકર્યો હતે. ગૃહરાવાસરૂપ આગારીપણાને ત્યાગ કરી પ્રભુ હવે અનગાર એટલે મુનિ થયા.
પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી ત્યાંથી વિહાર કર્યો, ઇંદ્રાદિક દેવે પણ પ્રભુને વાટીને નંદીશ્વર દ્વિીપમાં જઈ યાત્રા કરી સ્વસ્થાનકે ગયા.
બંધુ અને કુટુંબી જનની રજા લઈ પ્રભુએ વિહાર કર્યો. તે વખતે પ્રભુના વિહાર તરફ તેઓ સઘળા જોતા રહ્યા. તે જ્યાં સુધી પ્રભુ દષ્ટિગોચર થયા ત્યાં સુધી ત્યાં સ્થિર થયા. તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com